શ્રીલંકાનો યુવા ક્રિકેટર અંડર 19 વર્લ્ડ કપની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો, બનાવી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ

શ્રીલંકાનો યુવા ક્રિકેટર અંડર 19 વર્લ્ડ કપની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો, બનાવી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


U19 World Cup 2026 : શ્રીલંકાની અંડર 19 ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન વીરન ચામુદિથાએ અંડર 19 વર્લ્ડ કપ 2026 ની 8મી લીગ કમાલ કરી દીધી છે. તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વીરને આ મેચમાં 192 રન ફટકાર્યા હતા, જે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસનો અત્યાર સુધીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. વીરને આ સિદ્ધિ જાપાનની અંડર-19 ક્રિકેટ ટીમ સામે મેળવી હતી.

વીરને અંડર-19 વર્લ્ડ કપની સૌથી મોટી ઈનિંગ રમી 

192 રનની ઈનિંગ રમ્યા બાદ વીરને પોતાના જ દેશના હસિથા બોયગોડાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેના નામે અંડર-19 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ હતો. બોયગોડાએ 2018માં કેન્યા સામે આ રેકોર્ડ નોંધાવ્યો હતો, પણ હવે તે બીજા ક્રમે આવી ગયો છે. વીરને 143 બોલમાં 192 રન બનાવ્યા હતા. જેમાં એક સિક્સર અને 26 ફોર ફટકારી હતી. યુથ વન ડેમાં વીરનની આ પ્રથમ સદી હતી અને તે અત્યાર સુધીમાં કુલ 17 મેચ રમી ચૂક્યો છે.

અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર કરનારા ટોચના 5 બેટ્સમેન

  • વીરન ચામુદિથા (શ્રીલંકા) – 192 રન વિ જાપાન, 17 જાન્યુઆરી 2026
  • હસિથા બોયગોડા (શ્રીલંકા) – 191 રન વિ કેન્યા, 23 જાન્યુઆરી 2018
  • જેકબ ભુલા (ન્યૂઝીલેન્ડ) – 180 રન વિ કેન્યા, 17 જાન્યુઆરી 2018
  • ડોનોવાન પેગન (વેસ્ટ ઇન્ડીઝ) – 176 રન વિ સ્કોટલેન્ડ, 21 જાન્યુઆરી 2002
  • ડેન લોરેન્સ (ઇંગ્લેન્ડ) – 174 રન વિ ફિજી, 27 જાન્યુઆરી 2016

વીરન અને દિમાંતાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

આ ઉપરાંત વીરને  જાપાન સામેની આ મેચમાં પ્રથમ વિકેટ માટે દિમાંતા મહાવિતાના સાથે 328 રનની ભાગીદારી કરી હતી, જે અંડર-19 વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટેની હાઈએસ્ટ ભાગીદારી છે. આ મેચમાં દિમંત મહાવિતાનાએ 115 રન બનાવ્યા હતા અને શ્રીલંકાએ જાપાન સામે 50 ઓવરમાં 4 વિકેટે 387 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશીએ કોહલીનો રેકોર્ડ તોડ્યો, આ છે યુથ વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર ટોપ 8 પ્લેયર

અંડર-19 વર્લ્ડ કપમાં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી

  • દિમાંથા મહાવિથાના અને વીરન ચામુદિથા (શ્રીલંકા) – 328 રન વિ જાપાન, 17 જાન્યુઆરી 2026
  • ડેન લોરેન્સ અને જેક બર્નહામ (ઇંગ્લેન્ડ) – 303 રન વિ ફિજી, 27 જાન્યુઆરી 2016
  • બ્રેડ વિલ્સન અને બીજે વોટલિંગ (ન્યૂઝીલેન્ડ) – 273 રન વિ સ્કોટલેન્ડ, 19 ફેબ્રુઆરી 2004
  • જેસન સંઘા અને નાથન મેકસ્વીની (ઓસ્ટ્રેલિયા) – 250 રન વિ પાપુઆ ન્યૂ ગિની, 19 જાન્યુઆરી 2018
  • રચિન રવિન્દ્ર અને જેકબ ભુલા (ન્યૂઝીલેન્ડ) – 245 રન વિ કેન્યા, 17 જાન્યુઆરી 2018





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *