શું તમારા ઘરે કબૂતરનો ત્રાસ છે? આ 3 છોડને બાલ્કનીમાં લગાવવાથી મળશે છૂટકારો!

શું તમારા ઘરે કબૂતરનો ત્રાસ છે? આ 3 છોડને બાલ્કનીમાં લગાવવાથી મળશે છૂટકારો!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



How you can eliminate pigeons: બાલ્કની ઘરનો એ ભાગ છે જ્યાં લોકો સવાર ની કે સાંજની ચા આરામથી પીવાનું પસંદ કરે છે. ઘણીવાર લોકોને બાલ્કનીને સજાવવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ જ્યારે કબૂતરો ત્યાં આવે છે ત્યારે ગંદકી અને દુર્ગંધને કારણે તેમને ત્યાં બેસવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં કબૂતર અથવા અન્ય કોઈ પક્ષીને નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી દૂર કરવાનો ઉપાય જાણીએ.

કબૂતરો બાલ્કનીમાં બેસવાનું બંધ કરી દે તે માટે શું કરવું? 

ઘણા લોકો કબૂતરોથી પરેશાન થઈને જાળી લગાવી લે છે. જોકે  કેટલાક લોકોને જાળી લગાવવાનું પસંદ નથી. કારણ કે તેનાથી બાલ્કનીની ચમક ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને એવા 3 છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કબૂતરથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ તેના વિશે. 

રોઝમેરી 

જો તમે ઈચ્છો છો કે તમારી બાલ્કની સ્વચ્છ રહે તો તમારે રોઝમેરીનો છોડ લગાવવો જોઈએ. તેની સુગંધ તેજ અને તીખી હોય છે. આ કારણે કબૂતરો બાલ્કનીમાં બેસવાનું બંધ કરી દે છે.

લૈવેંડર 

આમ તો લૈવેંડરની સુગંધ ખૂબ જ સારી હોય છે પણ કબૂતરોને તે ગમતી નથી. જો તમારી બાલ્કનીમાં કબૂતર વધારે હોય તો તમારે લૈવેંડરનો છોડ લગાવવો જોઈએ. 

લેમનગ્રાસ 

તેની સુગંધથી કબૂતરની સાથે સાથે માખી અને મચ્છરો પણ દૂર રહે છે. તેની ગંધ એકદમ તીવ્ર હોય છે. તેને બાલ્કનીમાં મૂકીને તમે કબૂતરોની પરેશાનીથી રાહત મેળવી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *