વડોદરામાં અડધીરાત્રે ભાન ભૂલેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ

વડોદરામાં અડધીરાત્રે ભાન ભૂલેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકોટા પોલીસે જેકોબ માર્ટિનની કરી ધરપકડ
અકોટા પોલીસે જેકોબ માર્ટિનની કરી ધરપકડ

વડોદરા: રમત જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિનની નશાની હાલતમાં અકસ્માત સર્જવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

26 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે આ ઘટના બની હતી. જેકોબ માર્ટિન પોતાની કાર લઈને અકોટા વિસ્તારમાં આવેલી પુનિત નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. અતિશય નશાની હાલતમાં હોવાને કારણે તેમણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ત્રણ કાર – કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઈ વેન્યુ અને મારુતિ સેલેરિયોને જોરદાર ટક્કર મારી હતી.

પોલીસ કાર્યવાહી

અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર ભારતીય ટીમના પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ જોશેફ માર્ટિન છે. અકોટા પોલીસે જેકોબ માર્ટિનની ધરપકડ કરી છે. નશો કરી વાહન ચલાવવાના ગુનામાં ધરપકડ કરાઈ છે.

અકોટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે BNS કલમ 281, 324(5) મોટર વાહન અધિનિયમ 177, 184, 185, પ્રોહિબિશન એક્ટ: 66(1)બી હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય ટીમ માટે 10 વન-ડે રમી ચૂકેલા અને બરોડા રણજી ટીમના પૂર્વ કેપ્ટન એવા જેકોબ માર્ટિનની આ હરકતથી રમતપ્રેમીઓમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *