રોટલી ખાઈને કંટાળી ગયા છો, તો મહારાષ્ટ્રના પ્રખ્યાત મસાલેદાર થેચા પરોઠા બનાવો

રોટલી ખાઈને કંટાળી ગયા છો, તો મહારાષ્ટ્રના પ્રખ્યાત મસાલેદાર થેચા પરોઠા બનાવો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Thecha Paratha Recipe In Gujarati : રોટલી ભારતીય થાળીની મુખ્ય વાનગી છે. દરેક ભારતીયના ઘરમાં દરરોજ રોટલી બને છે. લોકો નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજનમાં રોટલી ખાવાનું પસંદ કરે છે. પરંતુ, ઘણી વખત દરરોજ એક જ પ્રકારની રોટલી ખાવાથી મન કંટાળી જાય છે. આવી સ્થિતિમાં, લોકો તેના બદલે બજારમાં મળતા છોલે-ભટુરે, પરાઠા અને અન્ય ફાસ્ટ ફૂડનું સેવન કરે છે. તેનો સ્વાદ સારો હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘરે સ્વાદિષ્ટ અને સ્વસ્થ થેચા પરોઠા બનાવી શકો છો.

થેચા પરોઠા એ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર પરોઠા છે જે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી થેચા માંથી તૈયાર કરવામાં આવે છે. તે સામાન્ય રીતે લીલા મરચાં, લસણ, સીંગદાણા અને મસાલા ખાંડીને તૈયાર કરવામાં આવે છે. આ પરોઠાનો સ્વાદ મસાલેદાર, સુગંધિત અને ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. તમે તેને નાસ્તો, બપોરના ભોજનથી લઇ રાત્રિભોજનમાં ખાઇ શકો છો. થેચા પરોઠાને દહીં, માખણ, અથાણું અથવા લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. ચાલો જાણીએ થેચા પરોઠા બનાવવાની સરળ રીત.

Thecha Recipe : થેચા બનાવવા માટેની સામગ્રી

  • 8-10 લીલા મરચાં
  • 8-10 લસણની કળી 
  • 2 ચમચી શેકેલા સીંગદાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કોથમીર 
  • 1 ચમચી મીઠું (સ્વાદ મુજબ) 
  • 1 ચમચી તેલ

પરોઠા બનાવવા માટે સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1/2 નાની ચમચી મીઠું
  • 2 ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી
  • પરોઠા પકવવા માટે તેલ અથવા ઘી

Masaledar Thecha Paratha Recipe : થેચા પરોઠા બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં લીલા મરચાં અને લસણ 2-3 ૩ મિનિટ સહેજ સાંતળી લો. જ્યારે તેનો રંગ સહેજ બદલાય છે, ત્યારે ગેસ બંધ કરો.

આ પછી ફ્રાય રહેલા લસણ અને લીલા મરચા, શેકેલા સીંગદાણા, જીરૂ અને મીઠું મિક્સર જારમાં બરછટ પીસી લો. આ મસાલાને ખાંડણી કે ખલ ઉપર પણ ખાંડી શકાય છે. એક વાતનું ધ્યાનમાં રાખો કે તે ચટણી જેવું પાતળું બનાવવું નથી. છેલ્લે તેમાં લીલું કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ રેડી સારી રીતે મિક્સ કરી લો. પાણી રેડી નરમ લોટ બાંધો અને તેને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો. હવે લોટ માંથી પરોઠા માટે લુઆ બનાવો અને તેની નાની જાડી રોટલી વણો. રોટલીની વચ્ચમાં 1-2 ચમચી થેચા ભરો. પછી રોટલીની કિનારી પકડી બંધ કરીને ગોળ લુઓ બનાવો. હવે ફરી આ લુઆ માંથી હળવા હાથે પરોઠા વણી લો. 

આ પણ જુઓ : મેંદો અને તેલ વગર બનાવો હેલ્ધી સમોસા, ટેસ્ટમાં પણ બેસ્ટ

ગેસ ચાલુ કરી એક તવો ગરમ કરી તેના પર પરોઠા શેકો. પરોઠા પર તેલ કે ઘી લગાવી શકો. પરોઠા બંને બાજુથી સહેજ સોનેરી અને કડક શેકવાના છે. ગરમાગરમ થેચા પરોઠા દહીં, ચટણી કે અથાણાં સાથે સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *