નિષ્ણાતોનું કહેવું છે કે, કુકિંગ ઓઈલની અસલિયત તપાસવા માટે ગંધની ઓળખનો પણ ઉપયોગ કરી શકાય છે. કુકિંગ ઓઈલમાં એક ખાસ ગંધ હોઈ શકે છે, જેમ કે નાળિયેરની ગંધ અથવા તે ગંધરહિત પણ હોઈ શકે છે. જો કોઈ ચોક્કસ ગંધ હોય અથવા કોઈ ગંધ ન હોય, તો તેલને નોર્મલ માનવામાં આવે છે. જો તેલમાંથી તીવ્ર, કેમિકલ જેવી અથવા ખરાબ દુર્ગંધ આવતી હોય, તો તે ભેળસેળનો સંકેત હોઈ શકે છે, જેને નિષ્ણાતો પારખી શકે છે.

