મચ્છરોની વસ્તી પર અંકુશ મૂકવા માટે એવા પ્રયોગો શરૂ થયા છે કે, જો એ સફળ થશે તો આપણે મચ્છર ભગાવવા અગરબત્તી ખરીદવી નહીં પડે. ન તો કોઈ દવાના સ્પ્રે કરવા પડશે. આપણે ત્યાં રખડતા શ્વાન જેવા રખડતા પ્રાણીઓની વસતી અંકુશમાં લાવવા માટે ખસીકરણ એટલે કે નસબંધીની પ્રણાલી છે. પરંતુ દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોની નસબંધી પર પ્રયોગો શરૂ થયા છે. જેમાં નર મચ્છરને પકડીને તેની ખાસ પદ્ધતિથી નસબંધી કરવામાં આવે છે. ત્યારબાદ મુક્ત કરાયેલું નર મચ્છર હરી-ફરી અને જીવી શકે છે, પ્રજનન પણ કરી શકે છે પરંતુ તેના સમાગમથી માદા મચ્છરને બચ્ચાં જન્મતાં નથી.
Source link
