Miss Universe India 2026 Winners Checklist : મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો તાજ કેરળની કેજિયા લિઝ મેઝો જીત્યો છે. માત્ર 19 વર્ષની કેજિયા આ ખિતાબ જીતનાર કેરળની પ્રથમ યુવતી છે. આ સાથે આ બ્યૂટી કોમ્પિટિશનમાં સમગ્ર ભારતભરમાંથી 52 સુંદરીઓએ ભાગ લીધો હતો, જેમા કેરળની કેજિયાની સુંદરતાએ સૌને સંમોહિત કર્યા હતા. આ સાથે ગુજરાતની યુવતી અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર અપ રહી રાજ્યનું નામ રોશન કર્યું છે. તો તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનર અપ હતી.
Kaziah Liz Mejo : મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 કેજિયા લિઝ મેઝો કોણ છે?
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 કેજિયા લિઝ મેઝો મૂળ કેરળના માવેલિક્કારાની રહેવાશી છે. માત્ર 19 વર્ષની આ સુંદરી કાયદાનો અભ્યાસ કરે છે. તે એક પ્રખ્યાત મોડલ સાથે સાથે એક્ટર અને ક્લાસિકલ ડાન્સર પણ છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 62,200થી વધુ ફોલોઅર્સ છે. તે કેરળમાંથી આ રાષ્ટ્રીય બ્યૂટી કોમ્પિટિશન જીતનારી પ્રથમ યુવતી છે.
મિસ યુનિવર્સ કેરળ 2026 બની
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો તાજ જીતનાર કેજિયા લિઝ મેઝો એ અગાઉ મિસ ટીન ઈન્ટરનેશનલ 2025માં પ્રથમ રનર અપ સ્થાન મેળવ્યું હતું અને મિસ યુનિવર્સ કેરળ 2026 નો ખિતાબ જીત્યો હતો. તે હવે પ્યુર્ટો રિકો ખાતે યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Anushri Satavlekar : મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 ટોપ 3માં ગુજરાતીની યુવતી
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026માં ગુજરાતની યુવતી અનુશ્રી સાતવલેકર સેકેન્ડર રનર અપ બની રાજ્યનું નામ રોશન કર્યું છે. તેમણે રાષ્ટ્રીય બ્યૂટી કોમ્પિટિશન મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમા સેકન્ડ રનર અપ બની હતી. અગાઉ તે મિસ યુનિવર્સ ગુજરાત 2026 બની હતી અને મિસ યુનિવર્સ ઇન્ડિયાના ફાઇનલિસ્ટ બની હતી.
અનુશઅરી સાતવલેકર મુંબઈ યુનિવર્સિટીના જર્નાલિઝમ (પત્રકારત્વ) ના ટોપર રહી ચૂકી છે. તેણે લંડનની SOAS યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તે એક ઇન્ટરનેશનલ મોડલ અને પત્રકાર પણ છે.
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 સ્પર્ધાની જજ પેનલમાં અભિનેત્રી સુષ્મિતા સેન અને સેલિના જેટલી, ઉર્વશી રૌતેલા અને ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર હતી. તમને જણાવી દઇયે કે, વર્ષ 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી. તો સેલિના જેટલી 2001માં મિસ યુનિવર્સ ઈન્ડિયા બની હતી અને તે જ વર્ષે મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં ફોર્થ રનર અપ રહી હતી. ઉર્વશી રૌતલા વર્ષ 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 બની હતી.
