Amit Shah Gujarat Go to : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને હંમેશા ગૃહ મંત્રાલય જ મળે છે. મારા ભાગ્યમાં આંદોલનોનો સામનો કરવાનું જ લખેલું છે. સાથે જ ગૃહમંત્રીએ કોરોના સમયગાળાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે સમયે દેશે જે ધીરજ બતાવી હતી તે પ્રશંસનીય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં કહ્યું કે હું એક અનુભવ શેર કરવા માંગુ છું કે જ્યારે પણ હું રાજ્ય કે કેન્દ્રમાં મંત્રી બન્યો છું ત્યારે મને ગૃહ મંત્રાલય મળ્યું છે. તેથી મારા ભાગ્યમાં આંદોલનોનો સામનો કરવાનું જ લખેલું છે. એક કર્ફ્યુ લાગુ કરવો હોય તો અમદાવાદ જેવા શહેરમાં ઓછામાં ઓછા 300 પોલીસની ગાડીઓ પર માઇક લગાવીને જાહેરાત કરવી પડી છે કે આવતીકાલે સવારે 8 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, કોઈએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
અમિત શાહે કોરોના કાળના સમયને યાદ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોના કાળના સમયગાળાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે કોરોનામાં જ્યારે આપણે અહીં બે મોત થયા હતા અને પુણેની લેબમાંથી વેરફાઈ થયું હતું કે આ કોરોના છે અને તે ઝડપથી ફેલાશે. તેનું મારી ઓફિસમાં પ્રેઝનટેશન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હું ચિંતા સાથે પીએમ મોદી પાસે ગયો હતો. વડા પ્રધાને મને કહ્યું કે ચિંતા કરીને શું થશે તેના માર્ગો વિશે વિચારવું પડશે.
તેમણે કહ્યું હતું કે જનતા કર્ફ્યૂ લગાવીએ, જનતાને સાથે લેવા પડશે. મેં પૂછ્યું કે જનતા કર્ફ્યુ શું છે, આપણે કોઇને કાયદાના નોટિફિકેશન ઘોષણાથી બાધિત કરીશું નહીં. આપણે આગ્રહ કરીશું આપણે અભ્યાસ કરવો પડશે, કાલે સવારે આઠ વાગ્યાથી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી કોઈ ઘરની બહાર ન નીકળે.
GSRTCની મોબાઇલ એપ પર બુકિંગનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ
અમિત શાહે વધુમાં કહ્યું કે મેં કહ્યું હતું કે સાહેબ તમે એવો પ્રયોગ કરવા જઈ રહ્યા છો જે નિષ્ફળ જશે. આટલી બધી જાહેરાતો પછી પણ લોકો બહાર આવે છે. જોકે બીજા દિવસે સવારે આઠ વાગ્યાથી બીજા દિવસે આઠ વાગ્યા સુધી દેશનો આખો રસ્તો સુમસામ હતો, કોઈ બહાર નીકળ્યું ન હતું અને પછી તેમણે વિશ્વાસ સાથે તેમને ટીમને કહ્યું કે આપણે જીતીશું. જો લોકો લડવા તૈયાર હશે તો આપણને કોઈ રોકી શકશે નહીં.
અમિત શાહે કોવિડ વેક્સીનનો પણ ઉલ્લેખ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોવિડ વેક્સીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એવી ઘણી વેક્સીન હતી જે પશ્ચિમી દેશોમાં આવ્યા પછી 23 વર્ષ, 36 વર્ષ અને 42 વર્ષ પછી ભારતમાં આવી હતી, જ્યારે તેની કોઇ જરૂર ન હતી. કોરોનામાં વેક્સિન બનાવનારા પ્રથમ ત્રણ દેશોમાં ભારત સામેલ હતું. આપણે ફક્ત ભારતમાં જ આપી ન હતી પણ દુનિયાના 70 દેશોમાં વેક્સીન મોકલાવીને તેમને બચાવવાનું કામ કર્યું હતું.
