સોનમ વાંગચુક 60 દિવસ માટે હાઉસ અરેસ્ટ, જાણો કારણ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Sonam Wangchuk Home Arrest: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને 60 દિવસ માટે નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે અને તેમને કોઈપણ રેલી કે સરઘસમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ લેહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવ્યો છે.

એનડીટીવી (NDTV)ના અહેવાલ મુજબ, વહીવટીતંત્રે પોલીસ રિપોર્ટ અને લેહ પોલીસ વડાના પત્રનો ઉલ્લેખ કર્યો છે, જેમાં નિવારક આદેશો જારી કરવા અને વાંગચુક પર પ્રતિબંધો લાદવાની વિનંતી કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા વાંગચુકની અવરજવરને મર્યાદિત કરવા માટે ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. આદેશમાં જણાવાયું છે કે, “આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 60 દિવસના સમયગાળા સુધી લાગુ રહેશે.”

આ સમગ્ર મામલો શું છે?

આ બાબત લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આગામી ચૂંટણીઓ સાથે સંબંધિત છે, જે 4 ડિસેમ્બરે યોજાવાની છે. વાંગચુક અને અન્ય સ્થાનિક નેતાઓએ આ ચૂંટણીઓના સમયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે શિયાળાની ઋતુ અને સ્થાનિક વસ્તીના મોસમી સ્થળાંતરને કારણે લદ્દાખના ઘણા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં.

જોકે લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુંદ્રાએ શિયાળા દરમિયાન ચૂંટણી યોજવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર એવી યોગ્ય વ્યવસ્થા કરશે જેથી ખરાબ હવામાનને કારણે મતદારોને મતદાન કરતા અટકવું ન પડે. તેમણે ઉમેર્યું કે મતદાન મથકો પર હીટર લગાવવામાં આવશે અને વૃદ્ધ મતદારો માટે અલગ કતારોની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: સવારે નાસ્તા પછી પીઓ ઘરે બનાવેલો તાજો આમળાનો જ્યુસ, સ્વાદ સાથે સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા

કુંદ્રાએ જણાવ્યું, “લદ્દાખમાં શાળાઓ સામાન્ય રીતે 15 કે 16 ડિસેમ્બર સુધી ખુલ્લી રહે છે. જો બાળકો આ સમયગાળા દરમિયાન શાળાએ જઈ શકતા હોય તો પુખ્ત વયના લોકોને મતદાન કરવા માટે બહાર આવવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.”

સોનમ વાંગચુકે શું કહ્યું?

પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે અને તેમના ઘરની આસપાસ ડઝનબંધ પોલીસકર્મીઓ તૈનાત છે. વાંગચુકે કહ્યું, “હું નજરકેદમાં છું. મારા ઘરની આસપાસ ડઝનબંધ સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તૈનાત છે, જ્યારે સરકારનો દાવો છે કે મને માત્ર ‘ઘરે રહેવાની સલાહ’ આપવામાં આવી છે. આવું એટલા માટે થયું કારણ કે મેં કેટલાક તીખા સવાલો ઉઠાવ્યા હતા. જેમ કે ગયા વર્ષે લેહમાં થયેલી હત્યાઓ અંગેના ‘ન્યાયિક તપાસ પંચ’નો અહેવાલ જાહેર કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? અને આટલી કડકડતી ઠંડીમાં લોકો પર એક બનાવટી કાઉન્સિલ ચૂંટણી શા માટે ઉતાવળમાં થોપવામાં આવી રહી છે? સમગ્ર લદ્દાખ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં, X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ સુધી મારી પહોંચને સખત રીતે દબાવી દેવામાં આવી છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *