Motorola Razr Fold Launch In India: મોટોરોલા કંપનીએ ભારતમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન Motorola Razr Fold 5G લોન્ચ કર્યો છે. તે કંપનીનો પ્રથમ બુક સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન છે, જે સૌપ્રથમ માર્ચમાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન પ્રદર્શિત કરાયો હતો. મોટોરોલા Razr Fold ફોનમાં 8.1 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે, 6.6 ઇંચની કવર ડિસ્પ્લે, 16GB સુધી RAM, 6000mAh બેટરી, ટ્રિપલ 50MP કેમેરા જેવા શાનદાર ફીચર્સ આપ્યા છે.
Motorola Razr Fold કિંમત
કિંમતની વાત કરીયે તો મોટોરોલા Razr Fold ફોનના બેસ વેરિયન્ટની કિંમત 1,49,999 રૂપિયાથી શરૂ થાય છે, જેમા 12GB RAM અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તો 16GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,59,999 રૂપિયા છે. કપનીએ આ ફોનનું એક FIFA World Cup 26 કલેક્શન પર રજૂ કર્યું છે, જેની કિંમત 1,69,999 રૂપિયાથી શરૂ થાય છે.
કંપની આ ફોન પર ખાસ લોન્ચ ઓફર આપી રહી છે, જેમા 10,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. સાથે જ આ ફોન પર આટલા જ મૂલ્યનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે. ઉપરાંત પસંદગીના બેંક કાર્ડ સાથે 18 મહિનાના નો કોસ્ટ EMI પર ખરીદવાની સુવિધા ઉપલબ્ધ છે. મોટોરોલા Razr Fold ફોન Pantone Blackened Blue અને Pantone Lily White કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Motorola Razr Fold સ્પેસિફિકેશન
મોટોરોલા Razr Fold ફોનમાં 6.6 ઇંચની LTPO pOLED કવર ડિસ્પ્લે મળે છે, જે 165Hz સુધી રિફ્રેશ રેટ અને 6,000 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. આ ડિવાઇસમાં 8.1 ઇંચની ઇન્ટરનલ LTPO pOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2K અને રિફ્રેશ રેટ 120Hz સુધી જાય છે. આ ડિસ્પ્લે 6200 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને Extremely Skinny Glass (UTG) પ્રોટેક્શન પ્રદાન કરે છે. આ ફોન Android 16 પર બેઝ્ડ My UX આવે છે, જેમા 7 Android OS અપગ્રેડ અને 7 વર્ષનું સિક્યોરિટી અપડેટ મળે છે.
The flawless fold is right here to alter what foldables can do.
Pre-order the motorola razr fold now at ₹99,999* or ₹5,556* per 30 days Sale begins twentieth Could on Flipkart, https://t.co/azcEfy2uaW and main retail shops.#motorolarazrfold#unfoldflawlesspic.twitter.com/CsoFSLsABm
— Motorola India (@motorolaindia) May 13, 2026
મોટોરોલા Razr Fold ફોલ્ડેબલ ફોનને પાવર આપવા માટે તેમા સ્ન્પેડ્રેગન 8 Gen 5 ચિપસેટ મળે છે. તેની સાથે Adreno A829 GPU, 16GB સુધી LPDDR5X RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ મળે છે, જે તેને ઘણો પાવરફુલ ફોન બનાવે છે. ઉપરાંત આ ફોનમાં 6000mAh બેટરી આવે છે, જે 80W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | મોંઘા સેમસંગ ગેલેક્સી ફોન સસ્તામાં ખરીદવાનો મોકો, 1 વર્ષની વોરંટી મળશે
Motorola Razr Fold કેમેરા
ફોટોગ્રાફી માટે મોટોરોલા Razr Fold ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા મળે છે. તેમા 1/1.28 ઇંચનો Sony LYTIA પ્રાયમરી સેન્સર વાળો 50 એમપી કેમેરા છે. ડિવાઇસ 3x ઓપ્ટિકલ ઝૂમ વાળો 50 મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ અને 50MP નો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આવે છે. આ ફોલ્ડેબલ ફોનની કવર સ્ક્રીન પર 32 એમીપનો સેલ્ફી કેમેરા અને ઇન્ટરનલ ડિસ્પ્લે પર 20 એમપીનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનનો રિયર કેમેરો 30fps પર 8K સુધી અને 60fps પર 4K સુધી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.
