બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં એડવાન્સ્ડ ઓન્કોલોજી (કેન્સર સારવાર) ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. અમદાવાદની જાણીતી HCG આસ્થા કેન્સર સેન્ટરે પ્રાઈમરી રિફ્રેક્ટરી લિમ્ફોમા (બ્લડ કેન્સર)ના દર્દી પર પ્રથમ વખત અત્યંત જટિલ ગણાતી CAR-T સેલ થેરાપી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સારવાર બાદ દર્દીને નવજીવન મળ્યું છે. આ અગાઉ દર્દી પર કિમોથેરાપી અને ઈમ્યુનોથેરાપીની કોઈ સકારાત્મક અસર થઈ રહી ન હતી.

પરંપરાગત કેન્સર સારવારથી આગળ સેલ્યુલર યુગની શરૂઆત

આ સમગ્ર પ્રોગ્રામનું નેતૃત્વ કરનાર હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) નિષ્ણાત ડૉ. કૌમિલ પટેલે જણાવ્યું કે, “આ સફળતા દર્શાવે છે કે બ્લડ કેન્સરની સારવાર હવે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને સેલ્યુલર થેરાપીના આધુનિક યુગમાં પ્રવેશી છે. જે દર્દીઓ પર કિમોથેરાપી અસર નથી કરતી, તેમના માટે આ થેરાપી આશીર્વાદરૂપ છે. સૌથી રાહતની વાત એ છે કે આ વૈશ્વિક સ્તરની વિશિષ્ટ સારવાર હવે ગુજરાતમાં જ ઉપલબ્ધ બનતા દર્દીઓએ વિદેશ કે અન્ય રાજ્યોમાં જવું પડશે નહીં.”

શું છે આ ક્રાંતિકારી CAR-T સેલ થેરાપી?

આ વિશ્વની સૌથી અદ્યતન વ્યક્તિગત (Customized) કેન્સર સારવાર પદ્ધતિ છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ દર્દીના શરીરમાંથી જ ‘T Cells’ (રોગપ્રતિકારક કોષો) એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ લેબોરેટરીમાં તેને જિનેટિકલી મોડિફાય કરીને એવા શક્તિશાળી બનાવવામાં આવે છે કે જે કેન્સરના કોષોને ચોકસાઈથી ઓળખીને તેનો નાશ કરી શકે. આ સુધારેલા કોષો ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરાય છે.

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

HCG ગુજરાત અને જયપુરના રિજનલ ડિરેક્ટર ડૉ. ભરત ગઢવી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સુદર્શન ભામરેએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, આ ટેક્નોલોજી માટે માત્ર મશીનરી નહીં પરંતુ ઉચ્ચ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની મલ્ટિડિસિપ્લિનરી ટીમની જરૂર પડે છે, જે પૂરી પાડવા HCG કટિબદ્ધ છે. આ સફળતાથી ગુજરાત વૈશ્વિક કેન્સર કેર મેપ પર મોખરે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *