Final Up to date:
વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે.
ભાવનગર: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ બહુચર્ચિત કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની 24મી જાન્યુઆરીના રોજ ધરપકડ કરી. જે બાદ હવે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જયરાજ આહીરને મળવા નવનીત બાલધિયા જેલમાં ગયા છે. આ વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે.
ના, ભાઈ. ખોટું છે. હું ક્યારેય મળવા ગયો નથી અને મળવા જઇશ પણ નહીં. મારે સમાધાન કરવાનું બનતું નથી. મારે ભવિષ્યમાં ક્યારેય સમાધાન કરવાનું જ નથી.
તે ફેક છે, તેની પર વિશ્વાસ ન કરો. હું લાઈફટાઇમ તેની જોડે સમાધાન કરવાનો નથી, એટલો વિશ્વાસ રાખે. ફેક વીડિયોથી દૂર રહો.
હું તો ફ્રેશ છું, પણ તે ફ્રેશ કેમ છે એ તો તેમને ખબર.
હા, થવાનું છે એ બરાબર થવાનું છે. થયું છે તે પણ બરાબર છે અને પહેલા થયું તે પણ બરાબર લાગતું હશે. એમને ખ્યાલ હોય તો જ પાછળથી સમાધાન માટેના ફોન કરે ને.
ત્રણ-ચાર જણાના ફોન આવ્યા હતા. મારા સુધી ત્રણ-ચાર જણાના મેસેજ પહોંચ્યા હતા કે, ભાઈ તેને કહો કે ભાઈ પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તેવું નિવેદન આપી દે. એટલે એ તો પાક્કું ને કે પોલીસ સાથે તેની સાંઠગાંઠ તો ખરી.
સ્વભાવિક છે. શરૂઆત ક્યાંથી થઈ છે? સમગ્ર પ્રકરણ વિશે મીડિયામિત્રો જાણે જ છે. હું પહેલાથી કહેતો આવ્યો કે એનો મારા પર કોલ આવ્યો, આ રીતની વાતચીત થઈ હતી. મારી સાથે જે ઘટના બની છે તે સમયની કોલ ડિટેઇલ શેર કરે કે કોની-કોની સાથે કેટલી વખત વાત થઈ અને શું વાત થઈ.
હજુ સત્ય બહાર આવે. મારું લોકેશન આપવાવાળા છે. કેમ કે, આરોપીઓને હું ઓળખતો નહોતો. તે લોકો પણ મને ઓળખતા નહોતા. તો તે લોકો મારા સુધી પહોંચ્યા કેવી રીતે.
એવું મારો સમાજ કરશે નહીં અને કરાવશે નહીં. મારા સમાજના દરેક આગેવાનોને મે કીધેલું જ છે કે સમાધાન બાબતે ક્યારેય મારી પાસે આવવું નહીં. મને એ બાબતે વાત પણ કરવી નહીં. અમારે દાખલો બેસાડવાનો છે કે ભવિષ્યમાં આવું કરતાં પહેલા સૌ વખત વિચારે. કોઇપણ સમાજનો દીકરો હોય.
એવી તો કોઈ ઇચ્છી નથી. સમાજમાં અમારા બે ભાઈ છે. પછી અમારા દિવ્યેશભાઈ છે. અમારે તો એમની સાથે રહેવાનું હોય. રાજકારણમાં અમારે આવવાની જરૂર ન હોય, અમારા ભાઈઓ છે.
આવા ખોટા ફેક વીડિયો ન બનાવો. સત્ય જાહેર કરો. ખોટા એકબીજાના વીડિયો જાહેર ન કરો. એકબીજા સમાજની ખોટી ટીકા-ટીપ્પણી ન કરો. આ વાત જયરાજ જોડે છે, નહીં કે આખા આહીર સમાજ જોડે. હું બન્ને સમાજનો આભાર માનુ છુ કે આટલી મોટી વાત બની તો પણ બન્ને સમાજે સંયમ જાળવ્યો છે.
Ahmedabad,Gujarat

