નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરો, બનાવો હેલ્ધી ઇન્સ્ટન્ટ સોફ્ટ બન ઢોસા, ઝટપટ નોંધી લો રેસીપી

નાસ્તામાં કંઈક નવું ટ્રાય કરો, બનાવો હેલ્ધી ઇન્સ્ટન્ટ સોફ્ટ બન ઢોસા, ઝટપટ નોંધી લો રેસીપી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | ઉનાળો | રેસીપી | સવારના નાસ્તામાં કંઈક નવું અને ઝટપટ બનાવવું છે? તો તમે રેગ્યુલર ઢોસા કરતા આ નવી તરીકે ટ્રાય કરો અને આ ઇન્સ્ટન્ટ બન ઢોસા બનાવો. આ ડોસા માત્ર રવા અને દહીંમાંથી બને છે, જેમાં પલાળવાની કે આથો લાવવાની માથાકૂટ નથી, જે જલ્દી બની જાય છે, અને સોફ્ટ અને ક્રિસ્પી પણ બને છે, અહીં જાણો ઇન્સ્ટન્ટ બન ઢોસા રેસીપી 

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રૂ જેવા આ બન ડોસા જ્યારે તીખી ચટાકેદાર ચટણી સાથે પીરસવામાં આવે છે, ત્યારે સ્વાદ બમણો થઈ જાય છે. અહીં જાણો આ મિનિટોમાં તૈયાર થતી ડીશની રેસીપી 

ઇન્સ્ટન્ટ બન ઢોસા રેસીપી 

સામગ્રી

 
1 કપ સોજી
3/4 કપ દહીં
1/2 કપ પાણી 
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરું
થોડી અડદની દાળ
ઝીણી સમારેલી ડુંગળી
મીઠો લીમડો 
1/4 ચમચી બેકિંગ સોડા 
જરૂર મુજબ મીઠું 

ઇન્સ્ટન્ટ બન ઢોસા બનાવવાની રીત 

સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ સોજી, 3/4 કપ દહીં અને 1/2 કપ પાણી મિક્સ કરી 10 મિનિટ માટે રહેવા દો, તેલમાં રાઈ, જીરું, અડદની દાળ, ઝીણી સમારેલી ડુંગળી અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો.
સોજીના મિશ્રણને મિક્સરમાં પીસીને સ્મૂધ બેટર બનાવી લો. આ બેટરમાં તૈયાર કરેલો વઘાર અને તાજી કોથમીર ઉમેરો. 1/4 ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો. 

નાના વઘારિયા (Tadka Pan) માં આ બેટર રેડીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢાવો. પેનમાં તેલ ગરમ કરી ચણા દાળ અને અડદ દાળને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં અને પલાળેલા કાશ્મીરી લાલ મરચાં નાખી થોડીવાર ચઢવા દો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં સ્મૂધ પીસી લો. હવે ઉપરથી રાઈ, લીમડો અને આખા લાલ મરચાનો વઘાર ઉમેરો અને સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *