નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઉર્જા જાળવી રાખવા ઘરે બનાવો ફ્રૂટ ક્રીમ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Navratri 2026 Recipe: નવરાત્રિના પાવન દિવસોમાં ઘણા ભક્તો નવ દિવસના ઉપવાસ કરતા હોય છે. રાત્રે ગરબા રમવાના કારણે શરીરમાં થાક અને અશક્તિ અનુભવવી સામાન્ય છે. ઉપવાસ દરમિયાન દિવસભર તાજગી અને ભરપૂર એનર્જી જાળવી રાખવા માટે ફ્રૂટ ક્રીમ એક પૌષ્ટિક અને ઉત્તમ વિકલ્પ છે.

ફ્રૂટ ક્રીમ જરૂરી સામગ્રી

  • તાજા ફળો: સફરજન, કેળા, દાડમ, ચીકુ, દ્રાક્ષ અને કીવી (બારીક સમારેલા).
  • ડેરી અને સ્વીટનર: 1 કપ તાજી ફ્રેશ ક્રીમ (અથવા ઘટ્ટ મલાઈ), 3-4 ચમચી પિસેલી સાકર કે મધ.
  • ડ્રાયફ્રૂટ્સ અને ફ્લેવર: કાજુ, બદામ, પિસ્તાના ટુકડા અને અડધી ચમચી એલચી પાવડર.

ફ્રૂટ ક્રીમ બનાવવાની રેસીપી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બરફના ટુકડા મૂકો. પછી બરફના કન્ટેનર પર એક બાઉલ મૂકો અને તાજી ક્રીમ ઉમેરો અને સારી રીતે ફેંટો. હવે ક્રીમને સ્મૂધ થાય ત્યાં સુધી ફેંટવા માટે કાંટોનો ઉપયોગ કરો. હવે મીઠાશ માટે પાઉડર ખાંડ અથવા થોડું મધ ઉમેરો. તેને મિક્સ કરો અને ફ્રીઝરમાં મૂકો.

આ પણ વાંચો: ‘બજારમાંથી કેમ ખરીદવા?’ ઘરે જ બનાવો માર્કેટ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા પાપડ, નોંધી લો આસાન રેસીપી

ક્રીમ ફ્રીઝરમાં હોય ત્યારે બધા ફળોના નાના ટુકડા કરી લો. દ્રાક્ષ, દાડમ, સફરજન, કેળા, પપૈયા જેવા ફળોને મિક્સ કરો અને એક જગ્યાએ રાખો. હવે જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે આ ફળોને તૈયાર ક્રીમમાં ઉમેરો. સૂકા ફળોને નાના ટુકડા કરી તેની સાથે ઉમેરો. જેથી મોઢામાં નાખવા પર તે ક્રન્ચી લાગે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *