દૂધ ઉકાળતી વખતે વાસણમાંથી ઊભરાઇ જાય છે, આ ટિપ્સ તમારા માટે થઇ શકે છે ઉપયોગી

દૂધ ઉકાળતી વખતે વાસણમાંથી ઊભરાઇ જાય છે, આ ટિપ્સ તમારા માટે થઇ શકે છે ઉપયોગી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Milk Overflow Hacks: દૂધ ઉકાળવું આમ તો ખૂબ જ સરળ કામ છે પરંતુ આ કામ ત્યારે વધી જાય છે જ્યારે દૂધ ઊભરાઇ જાય છે અને રસોડામાં ફેલાય છે. આનાથી દૂધનો બગાડ થાય છે. આ ઉપરાંત ગેસ અને રસોડું પણ ગંદુ કરે છે. ઘણા લોકો દૂધ ઊભરાઇ જાવને શુભ માનતા નથી.

ઉનાળામાં ઘણી વખત વધારે દૂધ હોય ત્યારે લોકો ગેસની નજીક લાંબા સમય સુધી ઊભા રહીને ગરમ કરવાનું પસંદ પડતું નથી. અથવા ઘણી વખત લોકો ગેસ પર દૂધ રાખ્યા પછી ભૂલી જાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધને ગરમ કરતા સમયે ઊભરાવવા માંગતા નથી, તો તમારે કેટલીક ટિપ્સનું પાલન કરવું જોઈએ. આની મદદથી તમે આ સમસ્યાને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકો છો.

દૂધ ઉભરાવવા માંગતા ના હોય તો આ ટિપ્સનું પાલન કરો

  • જ્યારે તમે કોઈ પણ વાસણમાં દૂધ ઉકાળો છો ત્યારે તેમાં હંમેશા કાળજીપૂર્વક એક ચમચી અથવા ચમચો મૂકો. આમ કરવાથી દૂધ ઊભરાશે નહીં અને બહાર આવશે નહીં. તમે દૂધના વાસણ અનુસાર મોટી અથવા નાની ચમચી નાખી શકો છો.
  • જો તમે ઇચ્છો કે તમારું દૂધ ઉભરાઇ ના જાય તો તમે તેને રોકવા માટે વધુ એક રસ્તો કરી શકો છો. આ માટે તમે જે પણ વાસણમાં દૂધ ઉકાળો છો તેની ધાર પર માખણ લગાવો.
  • દૂધ ઉકાળતી વખતે દૂધના તપેલાની ઉપર લાકડાની ચમચી મૂકો. આમ કરવાથી દૂધ ઉપર નહીં આવી શકે, તેની વરાળ બહાર આવતી રહેશે. જો લાકડાની ચમચી ન હોય તો તમે આ વાસણ પર વેલણ અથવા લાકડાનું બ્લેન્ડર પણ મૂકી શકો છો.
  • જો તમે રસોડામાં છો અને તે સમયે દૂધ ઉભરાઇને બહાર આવવા લાગે તો ગભરાશો નહીં. તરત જ દૂધ પર થોડું પાણી છાંટી લો. આમ કરવાથી દૂધનો ફીણ બેસી જશે. દૂધ ઉભરાવવાનું અને વાસણમાંથી બહાર નીકળવાનું અટકી જશે.

આ બધી પદ્ધતિઓ તમને કામ આવી શકે છે, પરંતુ તે જ સમયે સતર્કતા પણ જરૂરી છે. જ્યારે પણ તમે દૂધને ગેસ પર ગરમ કરવા માટે રાખો ત્યારે તેની ફ્લેમને ધીમી રાખો. આમ કરવાથી દૂધ ઉભરાવવાની શક્યતા ઓછી રહે છે. આ ઉપરાંત દૂધ ગરમ કરવાના વાસણને ક્યારેય પ્લેટથી સંપૂર્ણ રીતે ઢાંકી ન લો. દૂધને એક મોટા વાસણમાં રાખો જેથી જ્યારે સહેજ ઉભરો આવે ત્યારે દૂધ અંદર જ રહે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *