ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ, GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Techniques’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ, GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની ‘Bentley Techniques’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની Bentley Techniques વચ્ચે એક મહત્વપૂર્ણ બિન-વ્યાવસાયિક વ્યૂહાત્મક ભાગીદારીના MoU કરવામાં આવ્યા છે. આ MoUનો મુખ્ય હેતુ રાજ્યના એન્જિનિયરિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વૈશ્વિક ઉદ્યોગ પ્રથાઓથી સજ્જ કરી રોજગારલક્ષી બનાવવાનો છે.

આ ભાગીદારી અંતર્ગત રાજ્યની તમામ 16 સરકારી ઈજનેરી કોલેજો અને 31 સરકારી પોલિટેકનિક કોલેજોના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આશરે 300 થી વધુ અધ્યાપકો માટે Bentleyના વૈશ્વિક નિષ્ણાતો દ્વારા વિશેષ ‘College Growth Program’ -FDPનું આયોજન કરવામાં આવશે. આ અનોખી પહેલનો સીધો લાભ સિવિલ એન્જિનિયરિંગ તેમજ તેની સંબંધિત શાખાઓના અંદાજે 14,800 થી વધુ વિદ્યાર્થીઓને મળશે.

તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને MicroStation, OpenRoads, OpenFlows, Synchro અને Digital Twin જેવા અદ્યતન ડિજિટલ એન્જિનિયરિંગ ટૂલ્સ પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, હેકાથોન અને ડિઝાઇન સ્પર્ધાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વ્યવહારુ અને ટેકનિકલ કૌશલ્યોનો મજબૂત વિકાસ કરાશે.

આ પ્રસ્તાવિત MoU અંતર્ગત રાજ્યના ટેકનિકલ શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિનામૂલ્યે 65 થી વધુ ‘Business-standard’ Bentley સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઘરે બેઠા કે કોલેજમાં પોતાની અનુકૂળતાએ શીખી શકે તે માટે ‘Bentley Be taught Platform’ના માધ્યમથી સેલ્ફ-લર્નિંગ અને અદ્યતન ડિજિટલ એજ્યુકેશનની વિશેષ સુવિધા અપાશે. આ પહેલથી વિદ્યાર્થીઓ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતા મર્યાદિત ન રહેતા, વાસ્તવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રક્રિયા અને લાઈવ કેસ સ્ટડીઝ દ્વારા સીધો વ્યવહારુ અનુભવ મેળવી શકશે.

આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ગુજરાત નોલેજ સોસાયટી  અને Bentley Techniques દ્વારા સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરના ડિજિટલ બેજ અને આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાની સુવર્ણ તક બનશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ જગતના પ્રમુખ નિષ્ણાતો સાથે સીધો સંવાદ, વિશેષ ગેસ્ટ લેક્ચર્સ, ઈન્ટર્નશિપ અને ઈન્ડસ્ટ્રિયલ વિઝિટ્સનું પણ વ્યાપક આયોજન કરવામાં આવશે.

આ પહેલ કેન્દ્ર સરકારના ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)’ના વિઝન સાથે સુસંગત છે. આ શૈક્ષણિક જોડાણ અંતર્ગત રાજ્યના ભવિષ્યના એન્જિનિયરો ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ, સ્માર્ટ વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવી આગામી પેઢીની આધુનિક ટેકનોલોજીમાં સંપૂર્ણપણે નિપુણ અને સક્ષમ બનશે.

આ ભાગીદારીની સૌથી મોટી વિશેષતા એ છે કે, રાજ્ય સરકાર પર કોઈપણ પ્રકારના આર્થિક કે નાણાકીય ભારણ વિના ટેકનિકલ શિક્ષણમાં અભૂતપૂર્વ ગુણાત્મક સુધારો લાવી શકાશે. આ ગ્લોબલ કનેક્ટથી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ કુશળ, ઉદ્યોગ-સજ્જ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે. જેના લાંબાગાળાના પરિણામે રાજ્યના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ગુણવત્તા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તથા ગુજરાત વૈશ્વિક સ્તરે કૌશલ્યવાન માનવબળનું હબ બનશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *