શુક્રવારે જમ્મુના બંતલાબ વિસ્તારમાં નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો. આ ઘટનામાં છ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ભૂતપૂર્વ સરપંચ રાજદેવ સિંહે જણાવ્યું હતું કે છ ફસાયેલા મજૂરોમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી હાલમાં ચાલુ છે જેમાં NDRF અને SDRFની ટીમો સ્થળ પર હાજર છે.
રાજદેવ સિંહે ઉમેર્યું હતું કે બચાવ પ્રયાસોમાં JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “અમને આશા છે કે કાટમાળમાં ફસાયેલા ચાર મજૂરોને શક્ય તેટલી વહેલી તકે બચાવી લેવામાં આવશે”.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 15 બૂથ પર ફરીથી યોજાશે મતદાન
ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્માએ ટિપ્પણી કરી, “આ એક જૂનો પુલ છે પરંતુ તેનો પાયો ખુલ્લો પડી ગયો હતો. પરિણામે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને પાયાને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. મારું માનવું છે કે ઉપરથી આવતા કંપન અને વાહનોની અવરજવરને કારણે આ અકસ્માત થયો હતો.”
