ભારતે શહજાદ ભટ્ટીના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી, 14 રાજ્યોમાંથી 250થી વધુ ઓપરેટિવની ધરપકડ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરતા કુખ્યાત ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના નેટવર્ક પર હુમલો કર્યો છે. સોમવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશભરમાં ભટ્ટી નેટવર્ક માટે કામ કરતા લગભગ 253 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી 14 રાજ્યોમાં કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ મોટી માત્રામાં વિસ્ફોટક, હથિયારો અને સર્વેલન્સ સાધનો પણ જપ્ત કર્યો છે.

અધિકારીઓનો દાવો છે કે જપ્તીમાં કથિત રીતે આઈઈડી, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના નિશાન સાથેના ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવવાનો હતો. આ માલસામાનના ઉપયોગ માટે સરહદ પારથી સિગ્નલની રાહ જોવાઈ રહી હતી.

શહજાદ ભટ્ટીનું નેટવર્ક ખતમ : અમિત શાહ

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલા આઈએસઆઈ દ્વારા સમર્થિત આતંકવાદી જૂથ શહજાદ ભટ્ટી નેટવર્કને તોડી પાડ્યું છે અને 200 થી વધુ ઓપરેટિવ્સની ધરપકડ કરી છે.

આતંકી ષડયંત્ર નિષ્ફળ : અમિત શાહ

અમિત શાહના જણાવ્યા અનુસાર આ ધરપકડ બાદ સરહદ પારથી આતંકી હુમલાનું ષડયંત્ર પણ નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. શાહે કહ્યું કે આ કાર્યવાહી આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું ઉદાહરણ છે.

યુપીમાં સૌથી વધુ ધરપકડ

અધિકારીઓના જણાવ્યા અનુસાર શહજાદ ભટ્ટી નેટવર્કના મોટાભાગના ઓપટેટિવની યુપીથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 62, હરિયાણામાં 52, દિલ્હીમાં 51, પંજાબમાં 44, રાજસ્થાનમાં 15, મહારાષ્ટ્રમાં 8, ઉત્તરાખંડમાં 5, કર્ણાટક, ગુજરાત અને બિહારમાં 3-3, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળમાં બે-બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) અનુસાર 12 ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ સાથે મળીને દેશભરમાં એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય સ્વતંત્રતા દિવસની આસપાસ એસબીએન સાથે જોડાયેલા કથિત નેટવર્કની પ્રવૃત્તિઓ અને સંભવિત ખતરનાક હુમલાને રોકવાના હતા.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમ દ્વારા સંકલિત કરવામાં આવી હતી અને તેના કારણે દિલ્હી અને કર્ણાટકમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી હતી. 

કોણ છે શહઝાદ ભટ્ટી?

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયેલા શહઝાદ ભટ્ટી પાકિસ્તાનનો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર, કથિત કુખ્યાત ગેંગસ્ટર, બિઝનેસમેન અને ધર્મના સ્વંયભૂ ધર્મનો સમર્થક બતાવનાર શખ્સ છે. 45 વર્ષીય ભટ્ટી ભારતીય સુરક્ષા એજન્સીઓની ઘણી તપાસના કેન્દ્રમાં છે. એજન્સીઓનો આરોપ છે કે પોતાને ન તો ગેંગસ્ટર કે માફિયા ગણનાર આ વ્યક્તિ હવે સરહદ પારના અપરાધ અને આતંકવાદ સાથે સંબંધિત નેટવર્કનો મહત્વનો ભાગ બની ગયો છે.

શહઝાદ ભટ્ટી નેટવર્ક પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ સમર્થિત આતંકવાદી સિન્ડિકેટ છે, જે ગ્રેનેડ, આઈઈડી અને પેટ્રોલ બોમ્બ હુમલા, ટાર્ગેટ કિલિંગ અને પોલીસ, ડિફેન્સ અને ધાર્મિક સ્થળો પર નજર રાખવા સાથે સંકળાયેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેટવર્કે જાસૂસી માટે સીસીટીવી કેમેરા લગાવવા અને જાસૂસી કરવા માટે સ્થાનિકોને કથિત રીતે પૈસાની ચૂકવણી કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *