South Indian Sambar Recipe: સાઉથ ઇન્ડિયન રસોઈમાં સંભારનું મહત્વ સૌથી વધુ છે. ઇડલી હોય કે ઢોસા, જો સંભાર ટેસ્ટી ન હોય તો ખાવાની મજા આવતી નથી. ઘણા લોકો ઘરે પ્રયાસ કરે છે પણ હોટલ જેવો સ્વાદ નથી આવતો, પરંતુ આ રીતથી તમારો સંભાર બેસ્ટ બનશે.
ઘણા લોકો ઘરે સંભાર બનાવવા માટે ટ્રાય કરે છે પરંતુ ટેસ્ટી બનતો નથી. તો જાણો સંભાર બનાવવાની પરફેક્ટ રીત કઈ છે.
સંભાર સામગ્રી
એક કપ અડદની દાળ, 3 કપ પાણી, સંભાર મસાલો, એક નાની ચમચી આમલી, અડધી ચમચી રાઈ, થોડી હિંગ, 2 સૂકા લાલ મરચાં, સ્વાદ અનુસાર મીઠું, બે મોટી ચમચી તેલ, અડધી ચમચી હળદર, કટ કરેલાં શાકભાજી, બટાકુ, ટામેટું, સરગવો અને દૂધી.
સંભાર બનાવવાની રીત
સંભાર બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળને ધોઈ દો. ત્યારબાદ આ દાળ કૂકરમાં બાફી લો. 3 થી 4 સીટીમાં દાળ બફાઈ જશે. પછી આ દાળને મસળી દો. આબલીને અડધો કપ હૂંફાળા પાણીમાં પલાળીને એમાંથી પલ્પ કાઢી દો.
શૌચાલયમાં લસણ ફ્લશ કરવા પાછળનું રહસ્ય શું છે? જાણો શું છે તેની પાછળના કારણો
એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી દો. આ તેલમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લીલા મરચાં નાખીને તડકો કરો. હવે આમાં કટ કરેલાં શાકભાજી નાખો અને 5 મિનિટ માટે મીડીયમ ગેસે થવા દો. પછી આબલીનું પાણી નાખો અને 6 થી 7 મિનિટ માટે રાંધો.
હવે આમાં મસળેલી દાળ અને સંભાર મસાલો મિક્સ કરો. આ સાથે સ્વાદાનુસાર મીઠું નાખો. પૂરા મિશ્રણને 10 થી 12 મિનિટ માટે ધીમા ગેસે ઉકાળો. તો હવે તમારો ટેસ્ટી સંભાર તૈયાર છે. આ સંભારનો સ્વાદ રેસ્ટોરન્ટ કરતા પણ મસ્ત આવશે.
