જીવનશૈલી | ઘરની સુંદરતા જાળવવામાં ફ્લોર અને દિવાલો પરની ટાઇલ્સ મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ તેલ અને ખોરાકના ડાઘને કારણે રસોડાની ટાઇલ્સ પર જમા થતા ડાઘ ઘણીવાર એક મોટો પડકાર હોય છે. મોટાભાગના લોકો બજારમાંથી ઊંચા ભાવે રાસાયણિક લોશન ખરીદે છે જેથી આવા ડાઘ દૂર થાય જે ગમે તેટલી ઘસવા અને ધોવા છતાં ઉતરતા નથી.
ઘરની ટાઇલ્સના જિદ્દી ડાઘ દૂર કરવા ઘરે કેટલીક સરળ વસ્તુઓનો ઉપયોગ કરીને આ સમસ્યાને વધુ અસરકારક રીતે ઉકેલી શકાય છે, અહીં જાણો
રસોડામાં ખાવાનો સોડા અને વિનેગરથી લઈને રોજિંદા ટૂથપેસ્ટ સુધી, ટાઇલ્સમાંથી ડાઘ દૂર કરવાની અદ્ભુત રીતો છે.
ટાઇલ્સના ડાઘ દૂર કરવાના ઘરેલું ઉપાય
સામગ્રી
ટૂથપેસ્ટ
લીંબુ
ખાવાનો સોડા
વિનેગર
લીકવીડ ડીટરજન્ટ
સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ દૈનિક આદતો, એક્સપર્ટે જણાવ્યું
લીકવીડ કેવી રીતે બનાવવું?
એક નાના બાઉલમાં સિંધવ મીઠું લો. તેમાં ટૂથપેસ્ટ, બેકિંગ સોડા અને લિક્વિડ ડિટર્જન્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં થોડું વિનેગર નાખો. જો તમારી પાસે વિનેગર ન હોય, તો તમે ફક્ત પાણી ઉમેરી શકો છો. આ મિશ્રણને સીલબંધ કન્ટેનરમાં સ્ટોર કરો.
બેકિંગ સોડાને બદલે બેકિંગ પાવડરનો ઉપયોગ કરી શકાય? શું છે તફાવત?
લીકવીડનો ઉપયોગ
ઘરે મોગરાના ફૂલનો ઉપયોગ કરી પરફ્યુમ બનાવવાની રીત, સુગંધ લાંબા સમય સુધી રહેશે!
આ મિશ્રણને ટાઇલ્સના ડાઘવાળા ભાગ પર લગાવો. પછી બ્રશથી સ્ક્રબ કરો. થોડીવાર પછી, સ્પોન્જ અથવા સુતરાઉ કાપડથી સાફ કરો.
