ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, 14 ઈંચ વરસાદ સાથે સુરત ‘જળમગ્ન’

ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, 14 ઈંચ વરસાદ સાથે સુરત ‘જળમગ્ન’

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


As we speak Gujarat rain replace: ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યનં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કૂલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 14.09 ઈંચ પડ્યો હતો. જેના કારણે સુરત શહેર જળમગ્ન થયું હતું.

24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 7-7-2026, સવારે 6 વાગ્યાથી લઈને 8-7-2026, સવારે 6 વાગ્યા દરમિયાન 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતમાં નોંધાયો હતો. આ ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરરાતના છ તાલુકામાં 10 ઈંચ કરતા વધારે વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર પ્રમાણે 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 6 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો

વરસાદ (ઈંચમાં)

પલસાણા

18.19

કામરેજ

17.4

નવસારી

15.28

સુરત શહેર

14.09

કપરાડા

12.68

જલાલપોર

11.02

14 ઈંચ વરસાદ સાથે સુરત શહેર બન્યું જળમગ્ન

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં નોંધાયો હતો. 24 કલાકમાં સુરત શહેરમાં 14.09 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે સુરત શહેર જળબંબાકાર થયું હતું. સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે. 

સુરતે વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

મળતી માહિતી પ્રમાણે સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ

આ પણ વાંચોઃ- મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા જળ વિવાદ ઉકેલાયો

સુરતમાં આજે શાળા કોલેજોમાં રજા

સુરતમાં ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ બગડી છે. સુરક્ષા અને બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.  શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી હતા કે, વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *