ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, 2,585 રૂ. પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે!

ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, 2,585 રૂ. પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે!

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે MSP પર ઘઉંની સીધી ખરીદીની યોજના શરૂ કરી છે. નોંધણી માટે સમયગાળા અને દસ્તાવેજો અંગેની માહિતી આપવામાં આવી છે. ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે MSP રૂ. 2585 /- પ્રતિ ક્વિન્ટલ ઘઉંની સીધી ખરીદીની જાહેરાત કરી. નોંધણી 13/03/2026 થી 27/03/2026 સુધી VCE મારફતે થશે.

ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી નોંધણી પ્રક્રિયા શરૂ
ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી નોંધણી પ્રક્રિયા શરૂ

ગાંધીનગર : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની સીધી ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉં માટે  રૂ. 2585 /- પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. ખેડૂતોના હિતમાં સરકારે નોંધણી પ્રક્રિયાના સમયગાળામાં 15 દિવસનો વધારો કર્યો છે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે, તેઓ હવે 13/03/2026 થી 27/03/2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

આ નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) મારફતે કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 04/03/2026 થી 15/05/2026 સુધી દરમ્યાન થવાની છે. જેમાં ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે ખેડૂત ખાતેદારોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ નોંધણી સફળ થયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતોએ નીચે મુજબના દસ્તાવેજો જેવા કે, આધાર કાર્ડ, ગામ નમૂનો 7/12 અને 8-અના ઉતારા તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી (જો 7/12માં નોંધ ન હોય તો તલાટીનો સહી-સિક્કાવાળો દાખલો અને બેંક પાસબુકની ઝેરોક્સ અથવા કેન્સલ ચેક) દસ્તાવેજો સ્વીકારવામાં આવશે.

જ્યારે ખરીદી થાય તે સમયે ખેડૂતે પોતાનું ઓળખપત્ર (આધાર કાર્ડ) સાથે રાખવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. જો કોઈ ખેડૂત ખોટા દસ્તાવેજો અપલોડ કરશે, તો તેમની નોંધણી રદ કરવામાં આવશે અને ખરીદી માટે બોલાવવામાં આવશે નહીં. તેમજ ખેડૂતો વધુ માહિતી અથવા મુશ્કેલીના કિસ્સામાં ખેડૂતો હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *