અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વ્યવસ્થા, ટ્રાફિકની સુગમતા અને નાગરિકોની સલામતીને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને કડક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથો તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા સ્થળોએ ફળ અને શાકભાજીનું વેચાણ કરવા પર તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલ એક્સ (પહેલા ટ્વીટર) હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં નોટિસ પણ શેર કરી છે. એએમસી દ્વારા આ ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે,”જાહેર સૂચના | રસ્તા પર ફળ-શાકભાજીનું વેચાણ નહીં, અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજીનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે. તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની વેચાણ પ્રવૃત્તિઓ AMC દ્વારા નિર્ધારિત શાકભાજી માર્કેટ (વેજીટેબલ માર્કેટ) તથા નિર્ધારિત સ્થળોએ જ કરવા સૂચના આપવામાં આવે છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે એન્ક્રોચમેન્ટની કાર્યવાહી, માલસામાન જપ્તી તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની વ્યવસ્થા, ટ્રાફિક સુગમતા અને નાગરિકોની સલામતી માટે સહકાર આપો.”
જાહેર સૂચના | રસ્તા પર ફળ-શાકભાજીનું વેચાણ નહીં
અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ-શાકભાજીનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે.
તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પોતાની વેચાણ પ્રવૃત્તિઓ AMC દ્વારા નિર્ધારિત શાકભાજી માર્કેટ (વેજીટેબલ માર્કેટ) તથા નિર્ધારિત… pic.twitter.com/kEIV3K5Lhi
— Amdavad Municipal Company (@AmdavadAMC) September 28, 2026
AMC ની મહત્વની સૂચનાઓ અને નિર્દેશો
- તમામ લારી-ગલ્લા ધારકો અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે:
- તમામ સ્ટ્રીટ વેન્ડર્સે પોતાની વેચાણ પ્રવૃત્તિઓ માત્ર ને માત્ર AMC દ્વારા નિર્ધારિત કરાયેલા શાકભાજી માર્કેટ અથવા કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા હોકિંગ ઝોન/સ્થળો પર જ કરવાની રહેશે.
- કોઈ પણ સંજોગોમાં મુખ્ય માર્ગો કે રસ્તે ચાલતા લોકે માટેના ફૂટપાથ પર લારીઓ ઊભી રાખી શકાશે નહીં.
આ પણ વાંચો: અમેરિકા જતાં મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવક-યુવતી ઈથોપિયામાં બંધક, એક કરોડની ખંડણી માંગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના તમામ નાગરિકો, ફેરિયાઓ અને વેપારીઓને શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને ટ્રાફિકમુક્ત બનાવવાની આ ઝુંબેશમાં સહકાર આપવા અપીલ કરી છે.
