લોકસભામાં શિવસેનાના 13 સાંસદો થઇ ગયા છે. થોડા દિવસો પહેલા શિવસેના યુબીટીના 6 સાંસદો શિવસેનામાં જોડાયા હતા. હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 6 સાંસદોના વિલયને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં લોકસભામાં એકનાથ શિંદે જૂથના હવે 13 સાંસદો થઇ ગયા છે. બીજી તરફ ટીએમસીના બળવાખોર સાંસદોને પણ સંસદમાં અલગથી બેસવાની મંજૂરી આપવામાં આવી છે.
ઉદ્ધવ ઠાકરે કેમ્પમાંથી છ સાંસદો અલગ પડ્યા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાવવા મામલે સ્પીકરનો નિર્ણય લગભગ એક મહિના પછી આવ્યો છે. સ્પીકરનો આ નિર્ણય 20 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવ્યો છે. આનાથી લોકસભામાં શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની સ્થિતિ વધુ મજબૂત બની છે.
6 સાંસદો શિવસેનામાં જોડાયા હતા
22 જૂને 6 સાંસદો શિવસેનામાં જોડાયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનાના યુબીટીના સાંસદ સંજય હરિભાઉ જાધવ, ભાઉસાહેબ રાજારામ વાકચૌરે, ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર, સંજય દીના પાટિલ, સંજય ઉત્તમરાવ દેશમુખ અને નાગેશ બાપુરાવ પાટિલ આષ્ટિકર શિવસેનામાં જોડાયા હતા.
‘સોનમ વાંગચુકને હટાવવા ખોટું’, રાહુલ ગાંધીએ પ્રથમ વખત એક્ટિવિસ્ટની ભૂખ હડતાળને લઇને મોદી સરકાર પર કર્યો પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો માટે સારા સમાચાર
લોકસભા અધ્યક્ષે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)થી અલગ થઈને એનસીપીઆઈમાં જોડાનારા 20 સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે. આનાથી ગૃહમાં ટીએમસીના બળવાખોર સાંસદોની હાજરીને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી. બંગાળમાં ટીએમસીની હાર બાદ પાર્ટીના 28માંથી 20 સાંસદોએ બળવો કર્યો છે. પાર્ટીના 60થી વધુ ધારાસભ્યોએ પણ બળવો કર્યો છે.
