Final Up to date:
હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.
દ્વારકા: ખંભાળિયા પોરબંદર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં હેવી ટ્રક નીચે બાઈક આવી જતા બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.
ભાણવડ પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. આ અકસ્માતમાં હેવી ટ્રક નીચે એ રીતે બાઈક દબાઈ હતી કે જોતા જ કમકમાટી ઉઠી જાય.
(આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે, આપ અમારી સાથે જોડાયેલા રહો.)
Dwarka,Jamnagar,Gujarat
April 25, 2025 10:22 AM IST

