UP Draft Voter Record 2026: ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે 6 જાન્યુઆરીના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરી દીધું છે. એસઆઈઆર પછી ઉત્તર પ્રદેશમાં કુલ 12 કરોડ 55 લાખથી વધુ મતદારો છે. 25 લાખથી વધુ એવા નામ મળી આવ્યા છે, જે એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હતા. નવા ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં 2 કરોડ 89 લાખ નામ કાપવામાં આવ્યા છે.
અંતિમ મતદાર યાદી 6 માર્ચે જાહેર કરવામાં આવશે
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા, કાઢી નાખવા અથવા સુધારવાની ફરિયાદ હોય તો તેઓ એક મહિના એટલે કે 6 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો વાંધો નોંધાવી શકે છે. અંતિમ મતદાર યાદી 6 માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે મતદાર યાદીમાં 2 કરોડ 17 લાખ એવા નામ વોટર લિસ્ટમાં હતા, જે હવે બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. જ્યારે 46 લાખ 23 હજાર મતદારો હવે જીવિત નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એક કરતાં વધુ સ્થળોએ 25 લાખ 47 હજાર મતદારોના નામ નોંધાયા હતા.
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીની નકલ સોંપી
ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીની નકલ પણ સોંપી છે. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું હતું કે મતદાન મથક પર 1200 થી વધુ મતદારો નહીં હોય. આવી સ્થિતિમાં નવા મતદાન મથકો પણ બનાવવામાં આવ્યા છે. આ માટે ચૂંટણી પંચ પાસેથી 6 દિવસનો સમય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં 15 હજારથી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – પાંચ રાજ્યોની ચૂંટણીમાં થશે નીતિન નબીનની અગ્નિપરીક્ષા, આ રીતે કરશે RSS-ભાજપના સંબંધોને મજબૂત
યુપીમાં SIR પ્રક્રિયા 4મી નવેમ્બર 2025ના રોજ શરૂ થઈ હતી અને 26મી ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહી હતી, જે દરમિયાન સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી હતી. આ દરમિયાન યુપીમાં કુલ 15.44 કરોડ મતદારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
ગાઝિયાબાદમાંથી સૌથી વધારે નામ કપાયા
લોકસભા બેઠકના હિસાબે જોવામાં આવે તો સૌથી વધુ નામ ગાઝિયાબાદમાંથી કાપવામાં આવ્યા છે. નવી ડ્રાફ્ટ વોટર લિસ્ટ મુજબ ગાઝિયાબાદમાંથી 8.16 લાખ નામ કાપવામાં આવ્યા છે. સહારનપુર લોકસભા બેઠક પરથી લગભગ 3 લાખ મત કાપવામાં આવ્યા છે. કોંગ્રેસનો ગઢ અમેઠીમાં 2.67 લાખ નામ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે. આ બધા લોકો બીજા કોઈ સ્થળે સ્થળાંતર થઈ ગયા છે અથવા તો કોઈનું મોત થયું છે અથવા તે તેમના સરનામા પર મળ્યા ન હતા.
