જીવનશૈલી | રેસીપી | જો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી ખાવા માંગતા હોવ, તો મસૂર દાળના ઢોસા એક ઉત્તમ વિકલ્પ છે. સામાન્ય રીતે ચોખાના ઢોસા બનતા હોય છે, પરંતુ આ રેસીપીમાં મસૂર દાળ, ટામેટા અને સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરીને એક ચટાકેદાર અને ક્રિસ્પી ઢોસા તૈયાર કરવામાં આવે છે.
મસૂર દાળના ઢોસા વેઇટ લોસ (Weight reduction) માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ગુણકારી નાસ્તો છે, મસૂર દાળમાંથી બનતા હેલ્ધી અને ટેસ્ટી ઢોસા (Masoor Dal Dosa) ની રેસીપી અહીં જાણી લો.
મસૂર દાળ ઢોસા રેસીપી
સામગ્રી
2 કપ મસૂર દાળ
2 ટામેટા
1 ચમચી જીરું
7 સૂકા મરચાં
1 કપ પાણી
1/4 કપ ધાણાજીરા
1 ચમચી મીઠું
મસૂર દાળ ઢોસા બનાવવાની રીત
સૌથી પહેલા 2 કપ મસૂર દાળને બરાબર ધોઈ લો અને તેને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
દાળ બરાબર પલાઈ જાય એટલે તેનું પાણી નિતારી લો. હવે મિક્સર જારમાં પલાળેલી મસૂર દાળ, 2 ટામેટા, 1 ચમચી જીરું, અને 7 સૂકા લાલ મરચાં ઉમેરો.
આ બધી સામગ્રીમાં જરૂર મુજબ ઉમેરીને મિક્સરમાં એકદમ સ્મૂધ અને ઝીણું પીસી લો. ઢોસાનું ખીરું બહુ પાતળું ન હોવું જોઈએ.
સમર સ્પેશિયલ શિકંજી મસાલા રેસીપી, બજારથી ખરીદવાની જરૂર નહિ પડે!
તૈયાર થયેલા ખીરાને એક મોટા વાસણમાં કાઢો. હવે તેમાં 1/4 કપ ધાણાજીરા પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ ખીરાને આથો લાવવાની જરૂર નથી, તમે તરત જ ઢોસા બનાવી શકો છો.
નોન-સ્ટિક તવાને ગરમ કરો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું પાણી છાંટીને કપડાથી લૂછી લો. હવે એક ચમચો ખીરૂં તવાના મધ્યમાં મૂકીને ગોળાકાર ફેલાવો.
ઢોસાની કિનારીઓ પર થોડું તેલ અથવા ઘી લગાવો. ઢોસો નીચેથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને પલટાવીને બીજી તરફ પણ થોડો શેકી લો.
ગરમાગરમ, ક્રિસ્પી મસૂર દાળના ઢોસાને નાળિયેરની ચટણી અથવા સંભાર સાથે સર્વ કરો.
