દ્વારકા: ખંભાળિયામાં જાહેર રોડ પર આખલા બાખડતા અફરાતફરી મચી ગઈ. ખંભાળિયા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જોધપુરગેટ વિસ્તાર નજીક બે આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો. રસ્તા પર વેપારીઓ, રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ. રોડ પર આખલા યુદ્ધ જામતા રસ્તામાં જે આવ્યું તે અડફેટે આવી ગયા. આખલાઓએ રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું. ખંભાળિયામાં મુખ્ય માર્ગો પર આખલાઓનો આતંક હવે રોજિંદી સમસ્યા બની ગઈ છે. શહેરમાં લોકોની અવરજવરવાળા વિસ્તારમાં રખડતા ઢોરના આતંકની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. જોકે લોકોની સમસ્યા સામે તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે.
Source link
