અમેરિકાની છૂટ પર ભારતીય અધિકારીનું નિવેદન – રશિયા પાસેથી પહેલા પણ તેલ ખરીદતા હતા, હજુ પણ ખરીદી રહ્યા છીએ

અમેરિકાની છૂટ પર ભારતીય અધિકારીનું નિવેદન – રશિયા પાસેથી પહેલા પણ તેલ ખરીદતા હતા, હજુ પણ ખરીદી રહ્યા છીએ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


India Russian oil imports : અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટની સમાપ્તિ થઇ હોવા છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. ઓઇલ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલની ખરીદી સંપૂર્ણપણે વ્યાપારી નિર્ણયોના આધારે કરવામાં આવે છે.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમે પહેલા પણ રશિયા પાસેથી ખરીદી કરી રહ્યા હતા. મારો મતલબ એ છે કે છૂટ પહેલાં પણ, છૂટ દરમિયાન પણ અને હજુ પણ ખરીદી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે ખરીદદારી માટે મૂળ રુપથી વ્યવસાયિક અભિગમ જ આધાર હોવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે ક્રૂડ ઓઇલનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે અને છૂટ નીતિઓમાં ફેરફારને કારણે કોઈ પ્રકારના વિક્ષેપની સંભાવના નથી.

ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી

સુજાતા શર્માએ કહ્યું કે ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. પર્યાપ્ત ક્રૂડ ઓઇલની વ્યવસ્થા વારંવાર કરવામાં આવી છે. છૂટ હોય કે ન હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી.

પશ્ચિમી પ્રતિબંધોને કારણે વૈશ્વિક ઉર્જા વેપારમાં વિક્ષેપ પછી ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નવી દિલ્હીએ સતત દલીલ કરી છે કે સસ્તી ઊર્જાની પહોંચ પ્રાથમિકતા છે.

માર્ચના મધ્યમાં અમેરિકાએ ભારત અને અન્ય દેશોને 30 દિવસ માટે પ્રતિબંધિત રશિયન તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાની મંજૂરી આપી હતી. બાદમાં આ મુક્તિ 16 મે સુધી લંબાવવામાં આવી હતી. હવે તે સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓની ખોટ ઘટીને 750 કરોડ રૂપિયા થઇ

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ભારતીય જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) તેમની ખોટને ઘટાડીને 750 કરોડ રૂપિયા પ્રતિ દિવસ કરવામાં સફળ રહી છે, જે અગાઉ 1000 કરોડ રૂપિયા પ્રતિ દિવસ હતી. આ અછત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે આવી છે, જેણે ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપને કારણે તેલ કંપનીઓ પર દબાણ બનાવ્યું છે.

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પણ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *