સરકાર UPI પેમેન્ટ પર MDR કેમ લાદયો? નિષ્ણાંતો શું કહે છે?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


UPI Funds MDR Cost : યુપીઆઈ પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ અંગે વિવાદ સર્જાયો છે. સરકારે 15 ઓક્ટોબર 2026થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાની ઘોષણા કરી છે. સરકારને 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાના દરે વસૂલવામાં આવતી આ ફીથી લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. આ રકમ બેંકો, પેમેન્ટ એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચવામાં આવશે.

યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાદવાની દિશામાં આ પ્રથમ પગલું છે, જે છેલ્લા છ વર્ષમાં રોકડના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ લાંબા સમયથી આ પેમેન્ટ સિસ્ટમ ચલાવવાના ખર્ચને ટાંકીને MDR લાગુ કરવાની માંગણી કરી રહી હતી.

નાના બિઝનેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર 2000 રૂપિયા સુધીની પેમેન્ટ પર સબસિડી આપી રહી છે. 50 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા નાના વેપારીઓને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના 0.15% સુધી ઇન્ટેન્સિવ મળતું હતું. ‘રૂપે ડેબિટ કાર્ડ અને લો-વેલ્યુ BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ (P2M) ઇન્સેન્ટિવ સ્કીમ’ હેઠળ, સરકારે નાણાકીય વર્ષ 2021-22 અને 2024-25 દરમિયાન કુલ ₹ 8730 કરોડ ચૂકવ્યા હતા.

આ જાહેરાત પહેલા સરકાર યુપીઆઈ પર એમડીઆર લાદવાની યોજનાને નકારી રહી હતી. જૂન 2025માં નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, “યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર એમડીઆર વસૂલવામાં આવે છે તેવી અટકળો અને દાવાઓ સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક છે. સરકાર UPI દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ”

હવે જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર MDR વસૂલવાની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા પરની ચર્ચા ફરીથી તીવ્ર બની છે. આંકડા અનુસાર, 15000 કરોડ રૂપિયાની આ રકમ નાણાકીય વર્ષ 2025-26માં ભારતની તમામ લિસ્ટેડ કોમર્શિયલ બેંકોના ચોખ્ખા નફાના 4% કરતા પણ ઓછી છે. દેશની ટોચની ત્રણ બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના નફાની તુલના કરવામાં આવે તો MDRની આ કમાણી નાણાકીય વર્ષ 2025-26માં તેમના કુલ ચોખ્ખા નફાના માત્ર 7 ટકા છે.

UPI પેમેન્ટ MDR વસૂલવાનો શું હેતુ છે?

ટીકાકારોની દલીલ છે કે, સામાન્ય લોકોને મળતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને મુક્ત રાખવું જોઈતું હતું, પરંતુ અધિકારીઓનું માનવું છે કે આ ‘યોગ્ય દિશામાં પગલું’ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, મારા મૂલ્યાંકન મુજબ આ એક મોટા પરિવર્તનની દિશામાં એક પગલું છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. આ યોગ્ય દિશામાં એક પગલું છે. ”

જાન્યુઆરી 2020 માં MDR ચાર્જ નાબૂદ કરવામાં આવ્યા હતા. અગાઉ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન પર 0.30 ટકા સુધીનો MDR લાગુ હતો. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની કલમ 10A અને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269SU માં સુધારો કરીને રૂપે ડેબિટ કાર્ડ અને BHIM UPI વ્યવહારો માટેના MDR ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યા હતા.

UPIનું મહત્વ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે એકલા ઓગસ્ટ 2026માં, UPI દ્વારા ₹ 29.9 લાખ કરોડના રેકોર્ડ 2,451 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દ્રષ્ટિએ ₹ 2,000 થી મોટી રકમના વ્યવહારો કુલ બિઝનેસ પેમેન્ટના માત્ર 4% બરાબર છે, પરંતુ કુલ મૂલ્યની દ્રષ્ટિએ 67% હિસ્સો ધરાવે છે.

NPCIની દલીલ છે કે સરકાર આડકતરી રીતે મોટા વેપારીઓના બિલ ચૂકવી રહી છે. એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવા મોટા વેપારીઓને સબસિડી આપવાનું શું વાજબી છે? આ મોટા વેપારીઓ પહેલાથી જ વિઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ કાર્ડ વગેરે જેવા નોન યુપીઆઈ પેમેન્ટ પર ઊંચા દરે એમડીઆર ઓફર કરી રહ્યા છે. પરંપરાગત કાર્ડ આધારિત ટ્રાન્ઝેક્સન પર ચાર્જ સામાન્ય રીતે 1% થી 3% ની વચ્ચે હોય છે, ડેબિટ કાર્ડનો MDR મહત્તમ 0.90% સુધી હોય છે, જ્યારે UPI માત્ર 0.4% MDR ચાર્જ કરે છે.

નિષ્ણાંતો શું કહે છે?

MDR ચાર્જનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે યુપીઆઈ ભારતની સૌથી મોટી ડિજિટલ સિદ્ધિઓમાંની એક છે અને તેને નો કોસ્ટ ‘પબ્લિક સર્વિસ’ તરીકે જાળવી રાખવી જોઈએ. તેમનું માનવું છે કે ટેરિફ લાદવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ગતિ નબળી પડી શકે છે અને લોકોને રોકડ અર્થતંત્ર તરફ પાછા ફરવાની ફરજ પડી શકે છે.

આ ઉપરાંત, બીજી મોટી ચિંતા ઉભી થઈ છે સરકારે પહેલેથી જ કાયદામાં સુધારો કર્યો હોવાથી, સરકાર ફરીથી સંસદમાં ગયા વિના માત્ર એક જાહેરનામું દ્વારા યુપીઆઈ અને રૂપે ડેબિટ-કાર્ડ વ્યવહારોની અન્ય શ્રેણીઓ પરના ચાર્જનો વ્યાપ પણ વધારી શકે છે.

મંગળવારની જાહેરાત મુજબ, જો કોઈ ગ્રાહક કોઈ વેપારીને 2,000 રૂપિયાથી વધુ ચૂકવે છે, તો થોડા અપવાદો સિવાય તમામ યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકાના દરે એમડીઆર વસૂલવામાં આવશે.

નાણાં મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ એપ્લિકેશન્સ પ્લેટફોર્મ ફી અથવા કોઈ છુપાયેલા ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ દરમિયાન સરકારે બેંકોને ‘સલાહ’ આપી છે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર ન નાંખે.

UPI Costs F&Q : મિત્રને ₹ 5000 ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરું, તો UPI ચાર્જ ચૂકવવો પડશે? જાણો આવા 18 સવાલોના જવાબ

NPCI એ જણાવ્યું કે,2000 રૂપિયાથી વધારે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે, જે 15 ઓકટોબર 2026થી લાગુ થશે. મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે, કઇ કઇ કેટેગરીના યુપીઆઈ પેમેન્ટ પર કેટલો MDR ચાર્જ લાગશે. અહીં ક્યા ક્યા યુપીઆઈ પેમેન્ટ પર કેટલો MDR ચાર્જ લાગશે અને ક્યાં ચાર્જ વસૂલાશે નહીં તેની સંપૂર્ણ વિગત આપી છે. વાંચો સૂંપૂર્ણ અહેવાલ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *