લક્ષદ્વીપમાં પસાર કરો યાદગાર 4 દિવસ, પ્રાકૃતિક સૌંદર્યથી લઇને સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Lakshadweep Journey Plan : ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે, જ્યાં પ્રાકૃતિક સૌંદર્યથી લઇને સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. ગુજરાત, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર જેવા દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત લક્ષદ્વીપ તેની સુંદર દરિયાઈ દુનિયા માટે પણ જાણીતું છે. અહીંનું સ્વચ્છ બ્લૂ પાણી, સફેદ રેત, શાંત માહોલ અને ચોરેબાજુ ફેલાયેલ કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે રોજિંદા જીવનની ધમાલથી દૂર થોડા દિવસો શાંતિથી વિતાવવા માંગો છો તો લક્ષદ્વીપ ખાસ પ્રવાસ સ્થળ સાબિત થઈ શકે છે.

લક્ષદ્વીપમાં કુલ 36 ટાપુઓ છે. પ્રવાસીઓ અહીંના ચાર મોટા ટાપુઓને એક્સપ્લોર કરી શકે છે. જેમાં અગત્તી, બંગારામ, કવરત્તી અને કદમત ટાપુઓ જોવા માટે શ્રેષ્ઠ સ્થળો છે. જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા છો, તો તેની અગાઉથી યોજના બનાવો. અહીં જવા માટે પરમિટની જરૂર પડે છે, જે મેળવવામાં બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે. તે મુજબ તમારો પ્લાન બનાવો.

કેવી રીતે પહોંચવું

દિલ્હી અથવા મુંબઈ જેવા મોટા શહેરોથી લક્ષદ્વીપ માટે કોઈ સીધી ફ્લાઇટ્સ નથી. અહીં તમે વિમાન અથવા જહાજ દ્વારા લક્ષદ્વીપ પહોંચી શકો છો. અહીં પહોંચવા માટે તમારે પહેલા કોચ્ચિ (ગોવા) એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. તમને ગોવાથી લક્ષદ્વીપની ફ્લાઇટ મળશે. અહીં રોકાવા માટે અગાઉથી હોટલ બુક કરાવો. તે ઓનલાઇન હશે. તમે સારા એજન્ટ અથવા વેબસાઇટ દ્વારા હોટલ બુક કરાવી શકો છો. અહીં આવવા માટે તમારે પરમિટની જરૂર પડશે.

પહેલો દિવસ

જો તમે પહેલીવાર લક્ષદ્વીપ આવી રહ્યા છો તો એક દિવસમાં ઘણા બધા બીચ કવર કરવાની જરૂર નથી. તમે પહેલા બીચ પર આરામથી બેસીને સમય પસાર કરી શકો છો. આ માટે અગત્તી ટાપુની પસંદગી કરી શકાય છે. નાળિયેરના ઝાડ, સફેદ રેતી અને સ્વચ્છ પાણી આ સ્થાનની સુંદરતામાં વધારો કરે છે. તમે અહીં સૂર્યાસ્ત જોઈ શકો છો. આખી રાત હોટલમાં આરામ કરો.

બીજો દિવસ

તમે સવારે સૂર્યોદયનો આનંદ માણવા માટે વહેલા ઉઠી જાવ. નાસ્તો કર્યા પછી તમે બંગારામ ટાપુ પર જઈ શકો છો. સમુદ્ર કિનારે બેસો અને આરામ કરો અને બોટિંગનો આનંદ માણો. આ દરમિયાન તમે અહીંના સ્થાનિક ભોજનનો આનંદ માણી શકો છો. અહીં તમને ઘણું સારું લાગશે અને શાંતિ અને સુકુન અનુભવશો.

ત્રીજો દિવસ

ત્રીજા દિવસે કવરત્તી ટાપુ પર એક્સપ્લોર કરી શકો છો. તે સૌથી પ્રસિદ્ધ શહેર છે જે અરબી સમુદ્રમાં સ્થિત એક સુંદર ટાપુ છે. સફેદ રેતી, સમુદ્ર તટ અને કોરલ રીફ આ સ્થાનને અલગ બનાવે છે. અહીં વોટર સ્પોર્ટ્સ, મરીન એક્વેરિયમ અને ઉજરા મસ્જિદની મુલાકાત લઈ શકાય છે.

ચોથો દિવસ

લક્ષદ્વીપમાં વોટર એક્ટિવિટીનો આનંદ માણવા માટે ચોથા દિવસે કદમત ટાપુની મુલાકાત લઈ શકાય છે. અહીં તમે મરીન લાઇફને નજીકથી જોઈ શકો છો. આ સિવાય તમે કાયકિંગ અથવા વિન્ડસર્ફિંગ કરી શકો છો. તમે સાથે  સ્થાનિક વસ્તુઓની ખરીદી કરી શકો છો.

ક્યારે જવું

લક્ષદ્વીપની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. જોકે મોટાભાગના લોકો આ સમય દરમિયાન ફરવા જાય છે આવામાં હોટલ અને ફ્લાઇટની કિંમત વધારે હોઈ શકે છે. જો તમે ભીડથી દૂર શાંતિથી સમય પસાર કરવા માંગતા હોય તો તમે ચોમાસાનો સમય પસંદ કરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *