Ramanand Sagar Ramayan : રામાયણ મૂવીની ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. ધાર્મિક ગ્રંથ રામાયણ આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર પ્રભુ શ્રી રામ, સાઇ પલ્લવી માતા સીતા, યશ લંકા નરેશ રાવણ અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળે છે. અત્યાર સુધી રામાયણ પર ઘણી ફિલ્મ અને સીરિયલ બની છે, પરંતુ 1980ના દાયકામાં રજૂ થયેલી રામાયણ સીરિયલે લોકોના મન મંદિરમાં અમીટ છાપ છોડી છે.
રામાનંદ સાગરની રામાયણ સીરિયલ જ્યારે 1980ના દાયકમાં રજૂ થઇ ત્યારે બહુ લોકપ્રિય થઇ હતી. જ્યારે રામાયણ સીરિયલ પ્રસારિત થતી તે સ્થળો પર ધાર્મિક ઉત્સવ અને રોડ રસ્તા બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ બની જતો હતો. અયોધ્યા અને જનકપુરની સુંદરતા, સોનાની લંકાનો વૈભવ અને કિષ્કિંધાની કુદરતી સુંદરતા જોઇ લોકોની નજર ટેલિવિઝન પરથી હટતી ન હતી.
રામાયણ સીરિયલનું ગુજરાતમાં શુટિંગ
પરંતુ શું તમે જાણો છો કે, રામાયણ સીરિયલહનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. હકીકતમાં રામાયણ સીરિયલનું શુટિંગ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ઉમરમગામમાં શુટિંગ કરવામાં આવ્યું છે. અહીં જ અયોધ્યા પુરી, જનકપુર અને લંકાના સેટ ઉભા કરવામાં આવ્યા હતા. ચાલો જાણીયે આ સ્થળનું શું ખાસિયત છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે.
રામાયણ – મહાભારત જેવી સીરિયલનું શુટિંગ
આ નાનું ગામ દરિયા કિનારે વસેલું છે. આ ગામમાં જ વૃંદાવન સ્ટૂડિયો છે, જ્યાં રામાનંદ સાગરે રામાયણનો વિશાળ અને ભવ્ય સેટ ઉભો કર્યો હતો. અહીં જ અયોધ્યા, જનકપુર, કિષ્કિંધા અને સોનાની લંકા બનાવવામાં આવી હતી. અરબ સાગર નજીક સ્થિત આ ગામમાં જ રામાયણના દરિયા કિનારાના સીનનુ શુટિંગ કરવામાં આવ્યું હતું.
રામાયણ ઉપરાંત, આ ગામમાં મહાભારત, રાધા કૃષ્ણ અને ચંદ્રગુપ્ત મોર્ય જેવી ધાર્મિક અને ઐતિહાસિક સીરિયલોની શુટિંગ થઇ હતી. જો તમે રામાયણ સીરિઝના ફેન અને રામ ભક્ત છો તો આ ગામને તમારા ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકાય છે.
ઉમરગામ કેવી રીતે પહોંચવું?
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉમરગામ મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું છે. ગુજરાતમાં રહેતા લોકો સુરત થઇને ઉમરગામ પહોંચી શકે છે. સૌથી નજીકનું હવાઇમથક છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. મુંબઇ અમદાવાદ રેટ માર્ગે પણ ઉમરગામ પહોંચી શકાય છે. મુંબઇથી ઉમરગામ માત્ર 150 કિમી દૂર છે.
આ પણ વાંચો | રણબીર કપૂર અને સાઇ પલ્લીવી ની ફિલ્મ રામાયણ કેવી છે? વિદેશમાં પ્રીમિયર પછી સામે આવ્યા રિવ્યૂ
ઉમરગામમાં ક્યા ક્યા ફરવા જઇ શકાય છે?
ઉમરગામ ફરવા માટે 1 કે 2 દિવસનો ટ્રાવેલ પ્લાન બનાવી શકાય છે. અહીં દરિયા કિનારાના સુંદર બીચ પણ પાણીમાં નાહવાની અને રેતીમાં રમવાનીમજા માણી શકાય છે. શાંત દરિયા કિનારે સૂર્યાસ્તનો નજારો ઘણો મનમોહક હોય છે. અહીં લાઇટહાઉસની મુલાકાત ળઇ શકાય છે. અહીંના સ્થાનિક ભોજનનો સ્વાદ માણવા લાયક છે.
