Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. શનિવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ વરસ્યો છે
252 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરબી તાલુકામાં સૌથી વધુ 8.74 ઇંચ, ટંકારામાં 7.60 ઇંચ, ધાંગધ્રામાં 6.93 ઇંચ, હળવદમાં 6.42 ઇંચ, વઢવાણમાં 6.18 ઇંચ, માળિયામાં 4.70 ઇંચ, વાંકાનેરમાં 4.53 ઇંચ, લખતરમાં 4.50 ઇંચ, તિલકવાડામાં 4.45 ઇંચ, મહુધામાં 3.94, ઓલપાડમાં 3.74 ઇંચ, નાનાપોંઢામાં 3.70, મૂળી અને ચુડામાં 3.66 ઇંચ વરસાદ વરસ્યો છે.
2 ઓગસ્ટની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ઓગસ્ટને રવિવારે કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી મહેસાણા અને સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય બીજા જિલ્લામાં હાલ કોઇ આગાહી નથી.
ચાર સિસ્ટમ સક્રિય
હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત, GPCBએ CCA રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી, હવે આ રીતે મળશે એક્સ્ટેન્શન
22 ડેમ હાઈ એલર્ટ પર
ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં 22 ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાંથી 15 ડેમ 100% કે તેથી વધુ ભરાઈ ચૂક્યા છે. જ્યારે 8 ડેમ એલર્ટ પર અને 11 વોર્નિંગ લેવલ પર છે.
