india bloc mock parliament : ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક સસંદ બોલાવી હતી. આ મહાભિયોગ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2014થી સત્તા મેળવવા અને તેને જાળવી રાખવા માટે દરેક પ્રકારના કાવતરા ઘડવામાં આવ્યા છે. સાંસદોને તોડવામાં આવ્યા, રાજકીય પક્ષો વિભાજીત કરવામાં આવ્યા, સરકારો પાડવામાં આવી અને ચૂંટણી બોન્ડ સાથે ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવામાં આવે.
આ કાર્યક્રમ પહેલા શુક્રવારને 30 ઓક્ટોબરે બપોરે 3:30 વાગ્યે યોજાવાનો હતો, પરંતુ દિલ્હીમાં સતત વરસાદને કારણે તેને શનિવાર 31 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ કહ્યું કે આ કોઈ દિખાવટી પાર્લામેન્ટ નથી. આ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો સાર્વજનિક મહાભિયોગ છે. લોકો તેમાં હાજરી આપવા માટે ઉત્સુક છે, ફક્ત INDIA ગઠબંધનના લોકો જ નહીં, પણ નાગરિક સમાજના સભ્યો પણ છે.
#WATCH | Delhi | The INDIA bloc is holding a public impeachment program in opposition to CEC Gyanesh Kumar on the residence of Congress President Mallikarjun Kharge Former Lok Sabha Speaker Meira Kumar is presiding over the INDIA bloc’s public impeachment program (Video Supply: AICC) https://t.co/y918b40KZG
— ANI (@ANI) October 31, 2026
આ પણ વાંચો – લખનઉમાં અમિત શાહે કહ્યું – મોદી જી ત્રણ વખત પીએમ બન્યા છે અને ચોથી વખત પણ બનશે
મોક સંસદમાં શું થશે?
પ્રસ્તાવિત રૂપરેખા મુજબ ખડગે મુખ્ય ચૂંટણી કમિશનર સામે પ્રતીકાત્મક પ્રસ્તાવ રજૂ કરશે. ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનના અલગ-અલગ દળોના પ્રતિનિધિઓ પોતાની વાત રાખશે. પ્રસ્તાવ પૂર્ણ થાય તે પહેલાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સમાપન ભાષણ આપશે. લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમાર આ પ્રતીકાત્મક સત્રની અધ્યક્ષતા કરવાના છે.
