મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ

મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love



રાજ્યમાં બાગાયતી પાકોની ખેતીને પ્રોત્સાહન મળવાની સાથે ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતે બાગાયત ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રગતિમાં બાગાયત વિભાગની હાઇ-ટેક પ્લગ નર્સરી યોજનાનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જેના પરિણામે મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતો વિવિધ શાકભાજીના સોઇલલેસ ધરૂનો ઉછેર કરીને વાર્ષિક ₹100 કરોડથી વધુનો વ્યવસાય કરી રહ્યા છે.

માઢી ગામમાં 300 વીઘા જમીનમાં 200થી વધુ નર્સરી યુનિટ

વિજાપુર તાલુકાના માઢી ગામનો મુખ્ય વ્યવસાય વિવિધ શાકભાજી, ફળો અને ફૂલોના ધરૂનો ઉછેર કરવાનો છે. અહીં લગભગ 300 વીઘા જમીનમાં 200થી વધુ હાઇ-ટેક નર્સરી યુનિટ કાર્યરત છે, જ્યાં દર વર્ષે 70 કરોડથી વધુ ધરૂ તૈયાર થાય છે. આ ધરૂ ગુજરાતના 15 જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનના સિરોહી અને જાલોર તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી પહોંચે છે, જે લગભગ 6 લાખ એકરમાં શાકભાજીની ખેતી માટે આધારભૂત બને છે.

માઢી ગામમાં મુખ્યત્વે મરચાં અને ટામેટાંના ધરૂ ઉપરાંત પપૈયા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, રીંગણ, કારેલા, કાકડી, તરબૂચ, શક્કરટેટી અને ગલગોટાના ધરૂનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. આ નર્સરી વ્યવસાય થકી દર વર્ષે ₹100 કરોડથી વધુનો વ્યવસાય થાય છે, જ્યારે ખેડૂતો અંદાજે ₹50 કરોડનો નફો મેળવે છે. માઢી ગામમાં 150થી વધુ પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેના થકી આસપાસના વિસ્તારોની 800થી વધુ મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે.

પ્લગ નર્સરી પદ્ધતિ અને તેના ફાયદા

પ્લગ નર્સરી પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી ઓછા બિયારણ ખર્ચે તંદુરસ્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ તૈયાર થાય છે, ફેરરોપણી બાદ ઝડપી વિકાસ થાય છે તેમજ જગ્યાની બચત, નિંદામણમાં ઘટાડો અને શ્રમની જરૂરિયાત પણ ઓછી થાય છે. પ્લગ ટ્રેમાં ધરૂનો ઉછેર થવાના કારણે 80 ટકાથી વધુ અંકુરણ પ્રાપ્ત થાય છે, તેના મૂળ મજબૂત થાય છે અને અંદાજે 25 દિવસમાં ફેરરોપણી માટે તૈયાર થઈ જાય છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ધરૂ માટીજન્ય રોગોથી સુરક્ષિત રહે છે અને પાકની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. પ્લગ ટ્રેમાં ધરૂનું લાંબા અંતર સુધી સરળ અને સુરક્ષિત પરિવહન કરી શકાય છે. આ ઉપરાંત, સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ દ્વારા તમામ ધરૂને એકસરખું પાણી મળતાં છોડનો સમાન અને તંદુરસ્ત વિકાસ થાય છે.

આ પણ વાંચો: રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી, ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

હાઇ-ટેક પ્લગ નર્સરી યોજના હેઠળ ખેડૂતોને ₹9 કરોડથી વધુની સહાય આપવામાં આવી

બાગાયત ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ ગુણવત્તાયુક્ત ધરૂના ઉત્પાદન માટે બાગાયત વિભાગ દ્વારા હાઇ-ટેક પ્લગ નર્સરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 500થી 4,000 ચોરસ મીટર વિસ્તારની સંરક્ષિત નર્સરી (નેટ હાઉસ, ગ્રીનહાઉસ અને ફેન એન્ડ પેડ ગ્રીનહાઉસ) સ્થાપવા માટે 65% નાણાકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને ₹9 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

વદરાડ સેન્ટર ઑફ એક્સલન્સની મહત્વપૂર્ણ ભૂમિકા

સાબરકાંઠા જિલ્લાના વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)એ માઢી ગામને અગ્રણી પ્લગ નર્સરી હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાત બાગાયત વિભાગ હેઠળ કાર્યરત આ સેન્ટર રેગ્યુલર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, એક્સપોઝર વિઝિટ્સ અને ઓન-ફિલ્ડ ટેક્નિકલ માર્ગદર્શન પ્રદાન કરીને નર્સરી સંચાલકોને પ્રોત્સાહિત કરે છે. સેન્ટર દ્વારા સંરક્ષિત ખેતી, પ્રિસિઝન ઇરિગેશન, ફર્ટિગેશન અને આબોહવા-નિયંત્રિત નર્સરી મૅનેજમેન્ટ જેવી આધુનિક ટેક્નોલૉજી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના પરિણામે માઢી ગામના નર્સરી સંચાલકો ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને રોગમુક્ત ધરૂના ઉત્પાદનમાં સફળ થયા છે. માઢી ગામની સફળતા દર્શાવે છે કે, આધુનિક ટેક્નોલૉજી, બાગાયત વિભાગના સહયોગ અને ખેડૂતોની મહેનતથી બાગાયત ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવી શકે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *