
Girls’s T20 World Cup 2026 Schedule : આઈપીએલ 2026 સમાપ્ત થઇ ગઇ છે. જોકે ક્રિકેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરુર નથી. હવે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ યોજાશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે અને સેમિ ફાઈનલ-ફાઈનલ સહિત કુલ 33 મેચો રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને મુકાબલો થશે
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 14 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપ-એ માં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પણ છે.આ સિવાય બાંગ્લાદેશ અને નેધરલેન્ડ આ ગ્રુપમાં છે.
બંને ગ્રુપની ટીમો
ગ્રુપ- એ : ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ.
ગ્રુપ- બી : ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ.
સુષ્મિતા સેનને ‘ગોલ્ડ ડિગર’ કહેનારને લલિત મોદીએ આપ્યો જવાબ, જણાવ્યું અભિનેત્રી સાથે કેમ થયું હતું બ્રેકઅપ
મહિલા ટી20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ
| તારીખ | મેચ | સ્થળ | સમય (IST) |
| શુક્રવાર, જૂન 12 | ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા | એજબેસ્ટોન | રાત્રે 11:00 વાગ્યે |
| શનિવાર, જૂન 13 | સ્કોટલેન્ડ વિ આયર્લેન્ડ | ઓલ્ડ ટ્રેફોર્ડ | બપોરે 3:00 વાગ્યે |
| શનિવાર, જૂન 13 | ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 વાગ્યે |
| શનિવાર, જૂન 13 | વેસ્ટ ઇન્ડીઝ વિ ન્યૂઝીલેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 11:00 વાગ્યે |
| રવિવાર, જૂન 14 | બાંગ્લાદેશ વિ નેધરલેન્ડ | એજબેસ્ટોન | બપોરે 3:00 વાગ્યે |
| રવિવાર, જૂન 14 | ભારત વિ પાકિસ્તાન | એજબેસ્ટોન | સાંજે 7:00 વાગ્યે |
| મંગળવાર, જૂન 16 | ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા | હેમ્પશાયર બાઉલ | સાંજે 7:00 વાગ્યે |
| મંગળવાર, જૂન 16 | ઇંગ્લેન્ડ વિ આયર્લેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 11:00 વાગ્યે |
| બુધવાર, જૂન 17 | ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ | હેડિંગ્લે | બપોરે 3:00 વાગ્યે |
| બુધવાર, જૂન 17 | ભારત વિ નેધરલેન્ડ | હેડિંગ્લે | સાંજે 7:00 વાગ્યે |
| બુધવાર, જૂન 17 | દક્ષિણ આફ્રિકા વિ પાકિસ્તાન | એજબેસ્ટોન | રાત્રે 11:00 વાગ્યે |
| ગુરુવાર, જૂન 18 | વેસ્ટ ઇન્ડીઝ વિ સ્કોટલેન્ડ | હેડિંગ્લે | રાત્રે 11:00 વાગ્યે |
| શુક્રવાર, જૂન 19 | ન્યુઝીલેન્ડ વિ આયર્લેન્ડ | હેમ્પશાયર બાઉલ | રાત્રે 11:00 વાગ્યે |
| શનિવાર, જૂન 20 | ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ | હેમ્પશાયર બાઉલ | બપોરે 3:00 વાગ્યે |
| શનિવાર, જૂન 20 | પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ | હેમ્પશાયર બાઉલ | સાંજે 7:00 વાગ્યે |
| શનિવાર, જૂન 20 | ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ | હેડિંગ્લે | રાત્રે 11:00 વાગ્યે |
| રવિવાર, જૂન 21 | વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રીલંકા | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 વાગ્યે |
| રવિવાર, જૂન 21 | સાઉથ આફ્રિકા વિ ભારત | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 વાગ્યે |
| મંગળવાર, જૂન 23 | ન્યૂઝીલેન્ડ વિ સ્કોટલેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 વાગ્યે |
| મંગળવાર, જૂન 23 | શ્રીલંકા વિ આયર્લેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | સાંજે 7:00 વાગ્યે |
| મંગળવાર, જૂન 23 | ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન | હેડિંગ્લે | રાત્રે 11:00 વાગ્યે |
| બુધવાર, જૂન 24 | ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | રાત્રે 11:00 વાગ્યે |
| ગુરુવાર, જૂન 25 | ભારત વિ બાંગ્લાદેશ | ઓલ્ડ ટ્રેફોર્ડ | સાંજે 7:00 વાગ્યે |
| ગુરુવાર, જૂન 25 | દક્ષિણ આફ્રિકા વિ નેધરલેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | રાત્રે 11:00 વાગ્યે |
| શુક્રવાર, જૂન 26 | શ્રીલંકા વિ સ્કોટલેન્ડ | ઓલ્ડ ટ્રેફોર્ડ | રાત્રે 11:00 વાગ્યે |
| શનિવાર, જૂન 27 | પાકિસ્તાન વિ નેધરલેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | બપોરે 3:00 વાગ્યે |
| શનિવાર, જૂન 27 | વેસ્ટ ઇન્ડીઝ વિ આયર્લેન્ડ | બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ | સાંજે 7:00 વાગ્યે |
| શનિવાર, જૂન 27 | ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ | ઓવલ | રાત્રે 11:00 વાગ્યે |
| રવિવાર, જૂન 28 | દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | બપોરે 3:00 વાગ્યે |
| રવિવાર, જૂન 28 | ઓસ્ટ્રેલિયા વિ ભારત | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | સાંજે 7:00 વાગ્યે |
નોકઆઉટ કાર્યક્રમ
| મેચ | તારીખ | સ્થળ | સમય (IST) |
| પ્રથમ સેમિફાઇનલ | મંગળવાર, જૂન 30 | ઓવલ | સાંજે 7:00 વાગ્યે |
| બીજી સેમિફાઇનલ | ગુરુવાર, જુલાઈ 2 | ઓવલ | રાત્રે 11:00 વાગ્યે |
| ફાઈનલ | રવિવાર, જુલાઈ 5 | લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ | સાંજે 7:00 વાગ્યે |
