PM Modi Gujarat go to : ભારતના સેમિકન્ડક્ટર મિશનને મોટી મજબૂતી મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સાણંદમાં CG SEMI પ્રાઇવેટ લિમિટેડની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. 7,600 કરોડ રુપિયાના ખર્ચે બનેલ આ પ્લાન્ટ હવે ભારત અને વિશ્વભરના ગ્રાહકો માટે સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન અને સપ્લાય કરશે.
ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક દિવસ
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક દિવસ છે. સાણંદમાં CG SEMI ની OSAT ફેસિલિટી ચિપ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા વધારશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
આ પ્લાન્ટમાંથી દર વર્ષે 200 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ CG સેમી પ્લાન્ટ ભારત, જાપાન અને થાઇલેન્ડના સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે. વિશ્વાસ અને ભાગીદારીનું આ મોડલ ભારતને એક નવી ગતિ આપશે. આ સુવિધા ફક્ત અઢી વર્ષમાં સ્ક્રેપથી સ્કેલ સુધી બનાવવામાં આવી છે. આજે અહીં કમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે 200 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પરંતુ આપણે અહીં અટકવાનું નહીં. અમારું લક્ષ્ય દર વર્ષે 500 કરોડ ચિપ્સ અથવા દરરોજ 1.5 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમે આ લક્ષ્ય પ્રાપ્ત કરશો. સેમીસેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.
A landmark day for India’s semiconductor journey. The CG SEMI OSAT facility in Sanand will strengthen the chip manufacturing ecosystem, increase technological self-reliance and improve India’s place within the international semiconductor worth chain.
https://t.co/uZA59xO3bs— Narendra Modi (@narendramodi) July 4, 2026
પીએમ મોદીએ કહ્યું – ભારતે સંકટ દરમિયાન તેની ફૂટનીતિક ક્ષમતાઓનો પુરો ઉપયોગ કર્યો, 40 દેશોથી આવ્યું ઇંધણ
હાલમાં આ પ્લાન્ટમાં 300 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે. કંપનીનો અંદાજ છે કે આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં અંદાજે 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીની તકોનું સર્જન કરશે. આનાથી ગુજરાતમાં હાઇટેક મેન્યુફેક્ચરિંગ અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો વેગ મળશે.
