પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆતની મેચની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટે અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ સાથે રૂટે ક્લાઇવ લોયડનો રેકોર્ડ તોડ્યો છે અને આ સંદર્ભમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે.
જો રૂટે ક્લાઇવ લોયડનો રેકોર્ડ તોડ્યો
લીડ્સ ખાતેની પહેલી ઇનિંગમાં જો રૂટે 111 બોલમાં 10 ચોગ્ગા સાથે 66 રન બનાવીને ક્લાઇવ લોયડને પાછળ છોડી દીધો છે. આ રૂટનો ટેસ્ટ કેપ્ટન તરીકે 50+ રનનો 42મી ઇનિંગ હતી, જ્યારે લોયડે 41 વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી. રૂટ હવે ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ 50+ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે લોયડ છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. ગ્રેમ સ્મિથ આ યાદીમાં ટોચ પર છે જેમણે કેપ્ટન તરીકે 61 વખત 50+ રન બનાવ્યા છે.
ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ 50+ સ્કોર ધરાવતા બેટ્સમેન
- 61 – ગ્રીમ સ્મિથ
- 54 – રિકી પોન્ટિંગ
- 51 – એલન બોર્ડર
- 43 – મિસબાહ-ઉલ-હક
- 42 – જો રૂટ
- 41 – ક્લાઇવ લોયડ
જો રૂટે સચિન તેંડુલકરની બરાબરી કરી
પાકિસ્તાન સામેની પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારીને જો રૂટે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. જ્યારે તેંડુલકરે 200 મેચમાં 68 અડધી સદી ફટકારી હતી, ત્યારે રૂટે ફક્ત 167મી ટેસ્ટ મેચમાં 68મી અડધી સદી ફટકારી હતી. શિવનારાયણ ચંદ્રપોલ 66 અડધી સદી સાથે આ યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે રાહુલ દ્રવિડ અને એલન બોર્ડર 63 અડધી સદી સાથે ચોથા સ્થાને છે. જોકે તેંડુલકર કરતાં ઓછી મેચોમાં 68મી અડધી સદી ફટકારીને, રૂટ સૌથી ઓછી મેચોમાં સૌથી વધુ ટેસ્ટ અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્સમેન
- 68 – જો રૂટ
- 68 – સચિન તેંડુલકર
- 66 – શિવનારાયણ ચંદ્રપોલ
- 63 – રાહુલ દ્રવિડ
- 63 – એલન બોર્ડર
- 62 – રિકી પોન્ટિંગ
- 58 – જેક્સ કાલિસ
- 57 – એલિસ્ટર કૂક
આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારત ફાઇનલમાં કેવી રીતે કરી શકશે ક્લોલિફાય? શ્રીલંકા સામે જીતથી આશા વધી
