Tender Dahi Vada Trick : વરસાદી સિઝનમાં ઠંડા દહીં વડા ખાવાનો સ્વાદ અલગ હોય છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકો પણ આ ડીશને પસંદ કરે છે. બજારમાં મળતા દહીં વડા ખૂબ જ નરમ અને સ્પંજી હોય છે, જે મોં માં મુકતાની સાથે જ ઓગળી જાય છે. જોકે જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ ત્યારે કેટલીકવાર તે કઠણ બની જાય છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો એક સરળ ટીપની મદદથી તમે બજાર જેવા સોફ્ટ દહીં વડા ઘરે બનાવી શકો છો.
અડદની દાળ સાથે મગની દાળને મિક્સ કરો
દહીં વડા બનાવવા માટે ધોયલી અડદની દાળ અને ધોયલી મગની દાળનું સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તેમને ખૂબ જ સોફ્ટ અને મુલાયમ બનાવે છે. બંનેની માત્રામાં ગરબડી દહીં વડાના ટેક્ચરને બગાડી શકે છે. 3-4 ભાગ અડદ દાળમાં લગભગ 1 ભાગ મગની દાળ મિક્સ કરો.
અડદની દાળ અને મગની દાળને ઘણા લોકો સમાન માત્રામાં મિશ્રિત કરે છે. જોકે તેના પ્રમાણને યોગ્ય રીતે અપનાવવાથી સોફ્ટ વડા બનાવવામાં મદદ મળી શકે છે. અડદની દાળ આથો લાવવાનું કામ કરે છે, જ્યારે મગની દાળ વડાને સારી સોફ્ટનેશ આપે છે.
જો તમે માત્ર અડદની દાળથી વડા નાવો છો તો તે ભારે થઇ શકે છે. પરંતુ મગની દાળ ઉમેરવાથી સ્વાદ લાજવાબ બની શકે છે અને નરમાશ પણ લાવી શકે છે.
દહીં વડા ફેંટવાની રીત
દહીં વડાના ખીરાને નરમ બનાવવા માટે તેને ફેંટવું જરૂરી છે. દાળને એક જ દિશામાં ફેંટો જ્યાં સુધી તે હલકી ના થઇ જાય. આ જ કારણ છે કે વડા નરમ અને સ્વાદિષ્ટ બની શકે છે.
સાંજની ભૂખ દૂર કરવાની સ્વાદિષ્ટ રીત, ઘરે ટ્રાય કરો સ્પ્રિંગ રોલની આ 4 જોરદાર રેસીપી
દહીં વડા બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- દહીં વડા બનાવવા માટે તાજી ધોયેલી અડદની દાળનો ઉપયોગ કરો.
- દાળને લગભગ 5 થી 6 કલાક પલાળી રાખો અને ગ્રાઇન્ડ કરતી વખતે ઓછા પાણીનો ઉપયોગ કરો.
- ખીરાને ખૂબ પાતળું ન કરો. તેનાથી વડાનો આકાર યોગ્ય બનતો નથી.
- વડાને તળવા માટે ગેસની ફ્લેમને મધ્યમ આંચ રાખો જેથી તેઓ અંદરથી પકાઇ જાય.
- દહીંમાં થોડું શેકેલું જીરું પાવડર અને ખાંડ ઉમેરવાથી સ્વાદ વધુ સારો થઈ શકે છે.
જો તમે આ સરળ ટિપ્સને અનુસરો છો તો પછી ઘરે પણ બજાર જેવા મુલાયમ, સ્પંજી અને સ્વાદિષ્ટ દહીં વડા તૈયાર કરી શકો છો. હવે જ્યારે તમે દહીં વડા બનાવો ત્યારે આ રીત ટ્રાય કરી શકો છો.
