ગોવિંદા બીજા લગ્ન કરવાના હતા – સુનિતા આહુજાનો દાવો; રાખી સાવંતના કોલથી નવો વિવાદ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Sunita Ahuja Rakhi Sawant Video Viral : ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચેના સંબંધો વિશે અટકળો સમાપ્ત થઇ રહી નથી. તાજેતરમાં સુનિતા આહુજાએ ગોવિંદા સાથે છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનું કારણ જણાવ્યું છે. છૂટાછેડાની અરજી પાછી ખેંચ્યા બાદ પહેલીવાર આ મામલે વાત કરતાં તેણે રાખી સાવંતને કહ્યું છે કે ગોવિંદા ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે. તેથી જ તેમણે આમ કર્યું છે.

સુનિતા આહુજા એ રાખી સાવંત સાથે ફોન પર વાત કરતી વખતે આ દાવો કર્યો હતો. સુનિતાએ રાખી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું વર્ષોથી ચૂપ હતી પરંતુ હવે નહીં.

સુનિતા આહુજા સાથે રાખી સાવંતનો વીડિયો વાયરલ

સુનિતા આહુજાની છૂટાછેડાની અરજી પાછી ખેંચવા અંગે ગોવિંદાના મેનેજરે પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, ‘જો તમારે આવું કરવું હતું, તો તમે આ તમાશો શા માટે કર્યો’. હાલમાં જ રાખી સાવંત પાપારાઝીની સામે આવી હતી, જે બાદ તેણે બધાની સામે સુનિતા આહુજાનો ફોન લગાવ્યો હતો. ફોન પર વાત કરતી વખતે રાખીએ સુનિતાને કહ્યું હતું કે તેમણે જે કર્યું તે યોગ્ય હતું.

ગોવિદા બીજા લગ્ન કરવાના હતા – સુનિતા આહુજાનો દાવો 

રાખી સાવંતે સુનિતા આહુજાને ફોન પર તેમની હાલત વિશે પૂછ્યું હતું, ત્યારબાદ સુનિતા આહુજાએ રાખી સાવંતને કહ્યું હતું કે ‘મેં તે કેસ પાછો ખેંચી લીધો કારણ કે આ લોકો લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા’. આ સાંભળીને રાખીએ સુનિતાને કહ્યું કે તેં સાચો નિર્ણય લીધો છે. આથી જ સુનિતાએ ગોવિંદા પાસેથી તલાક લેવાની અરજી પાછી ખેંચી લીધી હતી જેથી પરિસ્થિતિ બગડે નહીં.

સુનિતા આહુજા એ રાખી સાવંત પાસે કરી આ માંગણી

રાખી સાવંત સાથેની વાતચીતમાં સુનિતા આહુજાએ તેને કહ્યું હતું કે, ‘તમારે બધાએ મારા સમર્થનમાં બોલવું જોઈએ કારણ કે તમે બધા બધી કાહણી જાણો છો. રાખીએ કહ્યું કે તે હંમેશા તેમના સપોર્ટમાં રહે છે.

આ ફોન કોલ પર સુનિતા આહુજાએ ગોવિંદા અને તેની સહ અભિનેત્રી વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવતા ઘણા દાવા કર્યા હતા. હું 5-6 વર્ષ સુધી ચૂપ હતી, પરંતુ હવે જો તેને મારી જગ્યા આપશે તો હું ચૂપચાપ બેસીશ નહીં. ’

આ પણ વાંચો | રેખા અમિતાભને જ્યારે મનોમન પતિ માનવા લાગી હતી! ઉમરાવ જાન ફિલ્મના ડિરેક્ટરે કહી રસપ્રદ વાતો

ગોવિંદા સાથે છૂટાછેડાની અરજી પાછી ખેંચી

હાલમાં જ સુનિતા આહુજા બાંદ્રાની ફેમિલી કોર્ટની બહાર જોવા મળી હતી, જે બાદ ગોવિંદાના મેનેજરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. હવે સુનિતા આહુજાના આ ફોન કોલે ફરી એકવાર બંને વચ્ચેના સંબંધોની ચર્ચા વધારી દીધી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *