ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 2026: ધો.10 અને ધોરણ 12 પરીક્ષાર્થીઓએ Corridor Ticket શાળામાંથી મેળવવાની રહેશે

ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 2026: ધો.10 અને ધોરણ 12 પરીક્ષાર્થીઓએ Corridor Ticket શાળામાંથી મેળવવાની રહેશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 જૂનથી લેવાનાર ધો.10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ વિશે સોમવારે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા શાળાઓ માટે આ હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ આ હોલ ટિકિટ પોતાની શાળામાંથી મેળવી લેવાની રહેશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ 2026 માં ધો.10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હતા કે અનુત્તીર્ણ થયા હતા તેમજ પાસ થયા હોય પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ માટે પૂરક પરીક્ષા લેવાનાર છે. 

Gujarat Board Purak Exam 2026 Hall Ticket

બોર્ડ દ્વારા લેવાનાર આ પૂરક પરીક્ષા 11 જૂનથી શરુ થનાર છે. આ પરીક્ષામાં બેસનારા પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બાબતે બોર્ડ દ્વારા સોમવારે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ, સચિવ આર આર વ્યાસ દ્વારા એક અખબારી યાદીમાં સ્કૂલોને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબતે સુચન કરાયું છે. પરીક્ષાર્થીઓને એમની હોલ ટિકિટ જે તે સ્કૂલમાંથી મેળવી લેવાની રહેશે. 

પૂરક પરીક્ષા 2026 કાર્યક્રમ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પૂરક પરીક્ષા 2026 કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 10 માટે પૂરક પરીક્ષા 11 જૂનથી શરુ થશે જે 19 જૂન સુધી ચાલશે. આ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10:00AM થી 01:15PM રાખવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા 11થી17 જૂન સુધી લેવાશે. પરીક્ષાનો સમય 03:00PM થી 06:30PM રાખવામાં આવ્યો છે. ધોરણ 12 જનરલ સ્ટ્રિમ માટે પરીક્ષાનો સમય સવારે 10:30AM થી 01:45PM રાખવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *