ગુજરાત સરકારે શાળાઓની સુરક્ષા વધારવા અને વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી શાળાઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી સૂચનાઓ અનુસાર, અધિકૃત મંજૂરી વિના કોઈ પણ બહારની વ્યક્તિને શાળાના પરિસરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વાલીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને શાળાના આચાર્યની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ મળશે નહીં.
વધુમાં આ સૂચનાઓ હેઠળ શાળા પરિસરમાં પરવાનગી વિના ફોટા પાડવા કે વીડિયો રેકોર્ડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો શાળાની અંદર અનધિકૃત ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવી હવે વર્જિત છે. જે કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરીને શાળામાં પ્રવેશ કરશે અથવા પરવાનગી વિના ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/10/21/gujarat-school-new-rules-2026-2026-10-21-21-32-17.jpg)
નિયમભંગ કરનાર સામે થશે કાયદાકીય કાર્યવાહી
આ નવા આદેશથી શાળાઓની સિક્યોરિટી વધુ મજબૂત થશે અને બાળકોની સુરક્ષા જળવાઈ રહેશે. શાળાના ગેટ પર મુલાકાતીઓ માટેનું રજિસ્ટર રાખવામાં આવશે જેમાં એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ આદેશનો અનાદર કરીને બળજબરીથી પ્રવેશ કરશે કે વિડીયો શૂટિંગ કરશે તો શાળા પ્રશાસનને તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની સત્તા આપવામાં આવી છે.
