રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ દ્વારા 14 દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
ગુજરાત તેના સમૃદ્ધ અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જો તમે પણ ગુજરાતના ઐતિહાસિક સ્થાપત્યો, પરંપરાઓ અને કુદરતી પ્રવાસન ધામોમાં રસ ધરાવો છો અને પ્રવાસન ક્ષેત્રે ઉજ્જવળ કરિયર બનાવવા માંગો છો તો ગુજરાત સરકાર તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને રાજ્યના વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઈડ’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત દેશની અગ્રણી અને પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા ઉમેદવારોને 14 દિવસની સઘન પ્રેક્ટિકલ અને થિયરીકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ તાલીમ મેળવ્યા બાદ યુવાનો પ્રવાસીઓ માટે સત્તાવાર ગાઈડ તરીકે કામ કરી શકશે, જેનાથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
Viral Post: પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી ‘Melodi’ ચોકલેટ? Parle G એ આપી પ્રતિક્રિયા
અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ:
આ પ્રોફેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા ઈચ્છતા ઉત્સુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ગુજરાત પ્રવાસન નિગમની સત્તાવાર વેબસાઈટ લિંક https://gujarattourism.com/varieties/guide-tourist.html પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ખાસ નોંધવું કે આ ફ્રી તાલીમ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 મે, 2026 નક્કી કરવામાં આવી છે.
જો તમારી પાસે ઉત્તમ કમ્યુનિકેશન સ્કીલ હોય અને ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની ઈચ્છા હોય તો આ તક ગુમાવવા જેવી નથી. આજે જ મુલાકાત લો અને સમયસર તમારી અરજી કન્ફર્મ કરો.
