‘કમેટી બનાવવા પર થઇ રહ્યો છે વિચાર…’, UGC ના નિયમોની સમીક્ષા મામલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


UGC Fairness Rules 2026 : કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ 2026 ની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવા પર વિચારણા કરી રહી છે. કોર્ટે આ વર્ષે 29 જાન્યુઆરીએ યુજીસીના નવા પ્રસ્તાવિત નિયમો પર રોક લગાવી દીધી હતી. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચને જણાવ્યું હતું કે સરકાર આ નિયમોની તપાસ કરી રહી છે જેથી વિદ્યાર્થીઓની ચિંતાઓ દૂર કરવામાં આવે અને કોઈ પણ વર્ગ અસંતુષ્ટ અથવા ડર ન અનુભવે. સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર એક સમિતિની રચના કરવા પર વિચાર કરી રહી છે. સીજેઆઈ સૂર્ય કાંતે તમામ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ગત સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ નિયમો પ્રથમ નજરમાં અસ્પષ્ટ છે અને તેના પરિણામો ખૂબ જ વ્યાપક હોઈ શકે છે. કોર્ટે ચેતવણી આપી હતી કે આ સમાજને વિભાજિત કરી શકે છે અને તેની ખતરનાક અસર પડી શકે છે.

યુજીસીના પ્રસ્તાવિત નિયમોનો વિરોધ થયો હતો

યુજીસીના પ્રસ્તાવિત નિયમો વિરુદ્ધ છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયા છે. કેટલાક સંગઠનોએ પ્રસ્તાવિત નિયમોનું સ્વાગત કર્યું હતું, જ્યારે વિરોધ કરનારારોએ રસ્તા ઉપર ઉતરીને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. દિલ્હીના જંતર-મંતર પર અનામત હટાવવાના આંદોલન દરમિયાન યુજીસીના નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

યુજીસીના નવા નિયમો શું છે?

આ વર્ષે 13 જાન્યુઆરીએ યુજીસીએ ‘યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવું) રેગ્યુલેશન્સ 2026’ નામથી નવા નિયમો જાહેર કર્યા હતા. આ નિયમો ભારતની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડે છે. તેનો મુખ્ય ઉદ્દેશ જાતિ આધારિત ભેદભાવને રોકવાનો અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં બધા સાથે સમાન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.

યુજીસીના આ નવા નિયમો હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટી માટે તેના કેમ્પસમાં ‘ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર’ નામનું યુનિટ બનાવવું ફરજિયાત છે. યુજીસીએ શૈક્ષણિક સંસ્થાઓને ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ માટે વિશેષ સમિતિઓ, હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમોની રચના કરવા જણાવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *