જીવનશૈલી | જો સવારના નાસ્તામાં કે સાંજના હળવા ભોજનમાં કંઈક હેલ્ધી, સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય તેવું બનાવવું હોય, તો ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ એક બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે ઉત્તપમ બનાવવા માટે ચોખા અને દાળને પલાળીને આથો લાવવો પડે છે, પરંતુ રવા અને દહીંના મિશ્રણથી આ ઉત્તપમ વગર આથે માત્ર 20 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે.
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનતા આ ઉત્તપમ સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નારિયેળની સ્પેશિયલ વઘારેલી ચટણી તેનો સ્વાદ બમણો કરી દે છે. જાણો આ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી રેસીપી બનાવવાની રીત!
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ રેસીપી
સામગ્રી
- 1.5 કપ સૂજી કે રવા
- 1 કપ દહીં
- 1 કપ પાણી + જરૂર મુજબ
- 1 ચમચી મીઠું
- 1/2 ચમચી બેકિંગ સોડા
ચટણી માટે સામગ્રી
- 1 કપ તાજું નારિયેળ
- 1/4 કપ શેકેલું ચણાની દાળ
- 2-3 લીલા મરચાં
- 1/2 ઇંચ આદુ
- મીઠું સ્વાદ મુજબ
- આમલીનો નાનો ટુકડો
- થોડી ધાણાજીરું
વઘાર માટે સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી સરસવ
- 1 ચમચી અડદ દાળ
- 1/8 ચમચી શીંગદાળ
- 10 મીઠા લીમડાના પાન
- 4-5 સૂકા લાલ મરચાં
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ બનાવવાની રીત
એક મોટા બાઉલમાં 1.5 કપ સોજી અને 1 કપ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં 1 કપ પાણી અને 1 ચમચી મીઠું ઉમેરીને બરાબર હલાવી લો.
આ બેટરને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દો, જેથી રવા પાણી સોષીને સરસ ફૂલી જાય. 20 મિનિટ પછી જો બેટર વધારે ઘાટું લાગે તો જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ઉત્તપમ બનાવતા પહેલાં બેટરમાં બેકિંગ સોડા ઉમેરીને હળવા હાથે એક જ દિશામાં મિક્સ કરી લો.
બેસન સોજી લાડુ રેસીપી, એકદમ દાણાદાર અને ટેસ્ટી બનશે!
મિક્સર જારમાં તાજું છીણેલું નારિયેળ, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ઇંચ આદુ, આમલીનો નાનો ટુકડો, થોડી ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મૂધ પીસી લો.
એક નાના વઘારિયામાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, અડદ દાળ, સીંગદાણા, સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર તતડાવો. આ વઘારને તૈયાર કરેલી નારિયેળની ચટણી પર રેડીને મિક્સ કરી લો. ચટણી તૈયાર છે.
