Linga Bhairavi Shayana Arati : ગાયક અરિજીત સિંહે ફરી એકવાર પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. પ્લેબેક સિંગિગ છોડ્યાના લગભગ 7 મહિના પછી અરિજિત સિંહે સદ્દગુરુ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનના મ્યુઝિક ગ્રુપ ‘સાઉન્ડ્સ ઓફ ઇશા’ માટે લિંગા ભૈરવી શાયન આરતી ગાઈ છે. આ ભક્તિ ગીત 12 ઓક્ટોબરે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.
દેવીને સમર્પિત, પરંપરાગત વાદ્યોની મધુર ધૂન આ સ્તોત્રમાં સાંભળવામાં આવે છે. આરતી કોઈમ્બતુરના ઇશા યોગ સેન્ટરમાં બિરાજમાન દેવી લિંગા ભૈરવીને સમર્પિત છે.
શયના આરતી શું છે?
દેવી લિંગા ભૈરવીની પૂજા દરમિયાન દિવસના અંતે શયન આરતી ગવાય છે. આ આરતી રાત્રે 8.20 વાગ્યાની આસપાસ થાય છે. આ પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. આ આરતીથી દેવીની દિવસભરની પૂજા અને સેવા પૂર્ણ થાય છે. લિંગ ભૈરવીની દૈનિક પૂજામાં શયન આરતીનું વિશેષ મહત્વ છે. અરિજીત સિંહના અવાજમાં આ આરતી સાંભળીને લોકો ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાઈ શકે છે.
અરિજીત સિંહે જાન્યુઆરી 2026 માં જાહેરાત કરી હતી કે તે ફિલ્મો માટે પ્લેબેક સિંગિંગ છોડી દેશે. જો કે, તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે સંગીતથી સંપૂર્ણપણે દૂર નથી થઈ રહ્યો, પરંતુ ફિલ્મો માટે નવા ગીતો ગાવાનું બંધ કરી રહ્યા છે.
રિટાયરમેન્ટ બાદ રિલીઝ થયેલા અરિજીત સિંહના ગીતો
પ્લેબેક સિંગિગ છોડવાની જાહેરાત બાદ પણ અરિજીતના કેટલાક ગીતો રિલિઝ કરવામાં આવ્યા છે. જેમા મહાશિવરાત્રી પર રિલીઝ થયેલ ભક્તિગીત ‘ઓહ શિવ મેરે’ અને શોર્ટ ફિલ્મ ‘ઇકોઝ ઓફ અસ’નું ગીત ‘તેરે સંગ’ શામેલ છે.
આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’માં પણ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો હતો. ઉપરાંત અરિજીતે ફિલ્મ ‘આવારાપન 2’ માટે એક ગીત પણ ગાયું છે. તેણે આમિર ખાનની ફિલ્મ ‘એક દિન’ના ટાઇટલ ટ્રેકને પણ પોતાનો અવાજ આપ્યો છે.
આ પણ વાંચો | પાકિસ્તાની ગીતના દિવાના થયા ભારતના Gen Z; સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો કોણ છે ગાયક?
આ સાથે જ ‘બિગ બોસ 20’માં જોવા મળેલા કાઝી તૌકીરના ભાઈએ ફિલ્મ વિન્ડો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અરિજિત અને કાઝી તૌકીર બંને ટૂંક સમયમાં એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળી શકે છે.
