અમદાવાદ-ગાંધીનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ધંધુકામાં પોણા ચાર ઈંચ વરસાદ, 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

અમદાવાદ-ગાંધીનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ધંધુકામાં પોણા ચાર ઈંચ વરસાદ, 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat rain replace : જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. અને ઉનાળો હવે પોતાના અંત તરફ આગળ વધી રહ્યો છે. જોકે, ચોમાસા પહેલા જ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પ્રી મોનસૂન સીસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. સોમવારે મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદ-ગાંધીનગરમાં આખી રાત ગાજવીજ અને વરસાદ

અમદાવાદ-ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સોમવારે રાત્રે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડવાનો શરૂ થયો હતો. શહેરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં ખરાબ વાતાવરણના પગલે અત્યાર સુધીમાં 7 ફ્લાઈટ અમદાવાદથી સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 150 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

સુરતના ઉમરપાડામાં પણ પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. 

અહીં આપેલી પીડીએફમાં જુઓ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત

ઉનાળાની કાળઝાર ગરમી વચ્ચે ઠંડા પવનો સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ઉકળાટ અને ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *