Final Up to date:
Bangladesh ક્રિકેટ બોર્ડે સુરક્ષાની ચિંતા બતાવી T20 World Cup 2026નો બહિષ્કાર કર્યો, જ્યારે WPL 2026માં વિદેશી મહિલા ખેલાડી વડોદરામાં નિર્ભય મોર્નિંગ વોક કરતી જોવા મળી.
Bangladesh, T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. પરંતુ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા સુરક્ષાની ચિંતાનો હવાલો આપતા બાંગ્લાદેશે આઈસીસી પાસે પોતાની મેચો ભારત સિવાય કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવા માટે કહ્યું. આ વચ્ચે વિદેશી મહિલા ક્રિકેટર ભારતના રસ્તાઓ પર કોઈપણ ટેન્શન વગર ફરતી જોવા મળી.
ભારતમાં હાલ મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026 રમાઈ રહી છે. ટુર્નામેન્ટ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ત્રણ ખેલાડી રસ્તા પર મોર્નિંગ વોક કરતી જોવા મળી, જેનો વીડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર આ વીડિયોને બાંગ્લાદેશ સાથે જોડીને જોઈ રહ્યા છે.
એક યુઝરે આરસીબીની મહિલા ખેલાડીના મોર્નિંગ વોકનો વીડિયો શેર કરતા લખ્યું, “બાંગ્લાદેશ ક્રિકેટનો ડ્રામા સૌની સામે આવી ગયો છે. આરસીબીની ખેલાડી લોરેન બેલ, નાદિન ડી ક્લાર્ક અને જોર્જિયો વોલ ગુજરાતના વડોદરામાં મોર્નિંગ વોક માટે નીકળી, જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભારતમાં સુરક્ષાની ચિંતાને લઈને રડી રહ્યું છે.”
DRAMA OF BANGALDESH CRICKET EXPOSED 🚨
– RCB gamers Lauren Bell, Nadine de Klerk and Georgia Voll went for a morning stroll in Vadodara, Gujarat 👏🏻
– Whereas the Bangladesh Cricket Board 🇧🇩 is crying over safety considerations in India 🧐
– What’s your take 🤔pic.twitter.com/ZdaqpQapCx
— Richard Kettleborough (@RichKettle07) January 21, 2026
જણાવી દઈએ કે, બુધવારે ICCએ મિટિંગ પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને એક દિવસનો સમય આપતા કહ્યું હતું કે, જો તેની ટીમ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે, તો તેની જગ્યાએ કોઈ બીજી ટીમને જગ્યા આપવામાં આવશે. ત્યારે બીજી બાજુ બાંગ્લાદેશે આજે પોતાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે અને ટી20 વર્લ્ડ કપ 2026નો બહિષ્કાર કરતા પોતાને ટુર્નામેન્ટથી અલગ કરી લીધું છે.
નોંધનીય છે કે, આ વિવાદની શરૂઆત બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર સાથે થઈ હતી. ત્યાર બાદ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી રિલીઝ કરવાની માગ ઉઠી અને તેને આઈપીએલમાંથી પડતો મૂકવામાં આવ્યો. મુસ્તફિઝુરના રિલીઝ થતા જ બાંગ્લાદેશ તરફથી ભારતમાં આવીને ટી20 વર્લ્ડ કપ રમવાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશી ખેલાડીઓના સુરક્ષાનો હવાલો આપ્યો હતો અને પોતાની મેચને અન્ય દેશમાં રમાડવા માટે આઈસીસીને અનુરોધ કર્યો હતો.

