UP Election 2027: ચૂંટણી પહેલાં અમિત શાહનો મોટો દાવ! ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર બનતા જ લાગુ થશે UCC, જાણો વિગતો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


UP Meeting Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) યુપી માટે મોટો રાજકીય દાવ ખેલ્યો છે. શુક્રવારે યોજાયેલી યુપી ભાજપ રાજ્ય કારોબારી સમિતિની બેઠકમાં સંબોધન કરતી વખતે અમિત શાહે વચન આપ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફરી સત્તામાં આવશે, તો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) લાગુ કરવામાં આવશે.

દિવસભર ચાલેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર યુપી સરકારના મંત્રીમંડળ, રાજ્ય ભાજપના હોદ્દેદારો અને પ્રાદેશિક તથા જિલ્લા એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ચૂંટણી માટેનો માર્ગ નકશો (Roadmap) તૈયાર કરવાનો હતો.

ઉત્તર પ્રદેશમાં UCC લાગુ કરવું પાક્કું

બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું, “આ વખતે જ્યારે રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનશે ત્યારે ઉત્તર પ્રદેશમાં UCC લાગુ કરવામાં આવશે. દેશના ઘણા રાજ્યોમાં યુસીસી પહેલેથી જ લાગુ થઈ ચૂક્યું છે. જો તમે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનાવશો, તો અમે અહીં પણ સમાન નાગરિક સંહિતા અમલી બનાવીશું.

‘વિનાશ વિરુદ્ધ વિકાસ’ અને ‘જાતિવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ જંગ

બેઠકની શરૂઆતમાં રાજ્ય ભાજપ પ્રમુખ પંકજ ચૌધરીએ આગામી ચૂંટણી સંગ્રામને નિર્ણાયક લડાઈ ગણાવી હતી. તેમણે કમિટી સામે આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી “વિનાશ ઔર વિકાસ” અને “જાતિવાદ ઔર રાષ્ટ્રવાદ” વચ્ચેનો મુકાબલો છે. તેમણે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને બેકફૂટ પર આવવાને બદલે તથ્યો અને આંકડાઓ સાથે વિપક્ષી આરોપોનો જડબાતોડ જવાબ આપવા આહ્વાન કર્યું હતું.

પંકજ ચૌધરીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વિરોધ પક્ષો પાસે ન તો કોઈ નીતિ છે, ન તો કોઈ સ્પષ્ટ ઉદ્દેશ્ય કે ન તો કોઈ સક્ષમ નેતા. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનું રાજકારણ માત્ર નકારાત્મક આરોપો પર ટકેલું છે. પ્રજાહિતની ચર્ચા કરવાને બદલે વિપક્ષો સોશિયલ મીડિયાના માધ્યમથી નફરત અને મૂંઝવણ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

પક્ષના કાર્યકરોને આત્મનિરીક્ષણ કરવા અપીલ

વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષને ગ્રાઉન્ડ લેવલ પર વધુ મજબૂત કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને 4 મુખ્ય મુદ્દાઓ પર આત્મનિરીક્ષણ કરવા જણાવ્યું હતું:

  • શું આપણે દરેક મતદાન બૂથ પર સક્રિય છીએ?
  • શું આપણી બૂથ સમિતિઓ નિયમિતપણે કાર્યરત છે?
  • શું તમામ પદાધિકારીઓ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યા છે?
  • શું મંડલ, પ્રાદેશિક અને જિલ્લા સ્તરના નેતાઓ જનતાનીચ્ચે સતત સંપર્કમાં છે?

ભાજપ નેતૃત્વએ કાર્યકર્તાઓને તમામ સમાજ, ઉચ્ચ જ્ઞાતિઓથી લઈને એસસી-એસટી, પછાત વર્ગ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ સુધી પહોંચીને સંવાદ સાધવા અને લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો । UP MLC Poll: અખિલેશનો રણનીતિ સફળ, 2027 પહેલા ભાજપ માટે ખતરાની ઘંટી, વિધાન પરિષદમાં સપાની શક્તિ વધી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *