UAE એ ફ્લાયદુબઈની ઘટનાને ‘આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું, રાષ્ટ્રપતિના સલાહકારે કેપ્ટન સ્મિત મચ્છરના વખાણ કર્યા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Captain Smit Machchhar : યુએઈના એક વરિષ્ઠ અધિકારીએ ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ1073 પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સાથે વિમાનમાં સંકટ સમયે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી.

યુએઈના રાષ્ટ્રપતિ સલાહકાર અનવર ગર્ગશે એક પોસ્ટમાં સ્મિત મચ્છરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેણે માત્ર આતંકવાદીનો સામનો જ કર્યો નથી પરંતુ ખૂબ જ બહાદુરીથી મુકાબલો કરીને લોકોના જીવ બચાવ્યા હતા.

અનવર ગર્ગશે લખી પોસ્ટ 

અનવર ગર્ગશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિત મચ્છર પ્રશંસાને પાત્ર છે કારણ કે તેણે એક ખતરનાક આતંકવાદી ઘટના અને સંભવિત આફત સામે હિંમત અને જવાબદારીનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ તેમની વ્યાવસાયિક વિચારસરણી અને નૈતિક સમજ તેને અસલી હીરો બનાવે છે. 

તેમણે આગળ લખ્યું કે જે બન્યું તે ખૂબ જ સરળ રીતે જોવા અથવા ષડયંત્ર થ્યોરીને માનવા અને પ્રોત્સાહન આપવાને બદલે ઉગ્રવાદ અને આતંકવાદના જોખમોનો સામનો કરવા માટે સતર્કતા અને સાવચેતી રાખવી જરુરી છે.

આ ઘટના બાદ આ પહેલીવાર છે જ્યારે યુએઈના એક વરિષ્ઠ અધિકારીએ ફ્લાયદુબઈની ફ્લાઈટને દુર્ઘટનાગ્રસ્ત કરવાના કથિત પ્રયાસને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં સ્મિત મચ્છર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કોકપિટમાં હિંસા પછી ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવી હતી. વિમાન સલામત રીતે ઉતરે તે પહેલાં મુસાફરો અને ક્રૂ એ દરમિયાનગીરી કરી હતી. વિમાનમાં 174 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

યુએઈનો તપાસના આદેશ

ગુરુવારે યુએઈએ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં છરીના હુમલાની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે તે આતંકી કનેક્શનની પણ તપાસ કરશે. યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘટનાના સંજોગો અને કારણોની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવશે, કારણ કે વિમાન તેના દેશમાં રજિસ્ટર્ડ છે અને તેના પર તેનો ધ્વજ છે.

યુએઈએ કો-પાઇલટની ઓળખ જાહેર કરી નથી

યુએઈએ ફ્લાયદુબઈના કો-પાયલટની ઓળખ જાહેર કરી નથી, જેણે કથિત રીતે છરીથી સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો અને લગભગ 180 લોકો સાથે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો અને પાઇલટ્સે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેણે કો-પાઇલટને કાબૂમાં લીધો અને ફ્લાઇટને સ્ટેબલ કરી હતી.

જોકે આ ઘટનાના કલાકો પછી કેટલાક ઇઝરાયલી અધિકારીઓ અને મીડિયા આઉટલેટ્સે કો-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક તરીકે કરી હતી. ગુરુવારે નેતન્યાહુએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે કો-પાયલટ તાજેતરના મહિનાઓમાં ધાર્મિક ઇસ્લામિક કટ્ટરવાદનું પાલન કરી રહ્યો હતો. જોકે હુમલો કરનાર કો-પાયલટનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *